નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ દાંતેવાડામાં CRPFના જવાનો પર થયેલા હુમલાની ઉપર એક પુસ્તક લખ્યું છે. જે ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થવાનું છે. આ પુસ્તક એક રાજકીય થ્રિલર હશે. તેમણે આ નોવેલનું નામ ‘લાલ સલામ’ આપ્યું છે. આ પુસ્તક 29 નવેમ્બરે જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટ્વિટર પર આ પુસ્તકની ઘોષણા કરતાં તેમણે લખ્યું છે કે એને એમેઝોનથી પ્રી-ઓર્ડર કરી શકાશે. સ્મૃતિ ઇરાનીના આ પુસ્તકને પબ્લિશિંગ હાઉસ વેસ્ટલેન્ડ્સ દ્વારા લાવવામાં આવી રહ્યું છે.
તેમનું આ પુસ્તક દાંતેવાડામાં એપ્રિલ, 2010માં CRPFના જવાનો પર થયેલા હુમલાથી પ્રેરિત છે. આ હુમલામાં દેશના 76 જવાન શહીદ થયા હતા. કેટલાંય વર્ષોથી મારા મગજમાં આની વાત ચાલી રહી હતી. એ પછી મને આ વાત વાર્તા સ્વરૂપે કાગળ પર ઉતારવાની ઇચ્છા થઈ અને મેં એને પુસ્તક સ્વરૂપે ઉતારી છે. હું આશા કરું છું કે આ પુસ્તક વાંચનારા લોકોને આ પુસ્તકની ગતિ અને ઊંડાઈનો આનંદ લેશે, જેને મેં એક વાર્તા સ્વરૂપે લાવવાનો પ્રયાસ કર્યો છે.
Unveiling Lal Salaam !
You can pre-order here: https://t.co/Hukqbqm1aq pic.twitter.com/2LHLT2ueFx
— Smriti Z Irani (@smritiirani) November 17, 2021
‘લાલ સલામ’ પુસ્તક વિક્રમ પ્રતાપ સિંહ નામના એક યુવા અધિકારીના જીવન પર આધારિત છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે પ્રતાપ સિંહ રાજકારણ અને ભ્રષ્ટાચારમાં ડૂબેલી વ્યવસ્થાનો સામનો કરે છે. પ્રકાશન દ્વારા આ પુરસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે આ પુસ્તક દ્વારા નક્સલી અથવા માઓવાદી વિદ્રોહી ક્ષેત્રોમાં પડકારોનો સામનો કરવાવાળા અધિકારીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. સ્મૃતિ ઇરાનીનું આ પહેલું પુસ્તક છે અને આ પુસ્તક લખતાં પહેલાં તેમણે ઘણાં વર્ષો સંશોધન કર્યું છે.