69% ભારતીયોને રસી લેવામાં સંકોચઃ સર્વે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોવિડ-19ની બે રસીને ઇમર્જન્સીના ઉપયોગમાં મંજૂરી આપી છે અને દેશમાં કોરોના વાઇરસ સામે લડવા રસીકરણ કરવા માટે એક સપ્તાહ દૂર છે, ત્યારે એક સર્વેમાં માલૂમ પડ્યું છે કે 69 ટકા ભારતીય રસી લેવા માટે સંકોચ અનુભવી રહ્યા છે. આ સર્વે જાન્યુઆરીમાં લોકલસર્કલ્સ દ્વારા કરવામાં આવ્યો હતો. મોટા ભાગના ભારતીયો આ પ્રક્રિયા શરૂ કરવાની ઇચ્છા નથી રાખતા.

આ સર્વેમાં 8723માંથી 26 ટકા ઉત્તરદાત્તાઓએ કહ્યું હતું કે તેઓ રસીકરણ શરૂ થતાં તેઓ રસી લગાવશે. પાંચ ટકા ઉત્તરદાત્તાઓએ કહ્યું હતું કે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસી પહેલા અપાવી જોઈએ. એ પછી સરકારના માપદંડો અનુસાર તેઓ તેમના વારાની રાહ જોવા તૈયાર છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં આ સર્વેમાં રસીનો ડોઝ લેવા માટે ઉત્તરદાત્તાઓ અસમંજસમાં હતા. DCGIએ ગયા સપ્તાહે બે રસીને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી, જેમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનકાની કોવિશિલ્ડને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકને કોવાક્સિનને ઉત્પાદિત કરવામાં આવી હતી. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પાંચ જાન્યુઆરીએ ઘોષણા કરી હતી કે સરકાર સંભવતઃ ત્રીજી જાન્યુઆરી પછી રસીકરણ માટે તૈયાર થઈ જશે. હાલ દેશમાં ડ્રાય રન થઈ રહ્યું છે. રસીકરણની પ્રક્રિયાને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.

ડીજીસીઆઇએ કહ્યું હતું કે ભારત બાયોટેકની રસી 12 વર્ષ અથવા તેનાથી વધુનાં બાળકોને રસી આપવી સુરક્ષિત છે. આ સર્વેમાં 10,468 રસી માટે સવાલ પૂછવામાં આવ્યો હતો.