ગાયની ઉપયોગિતા અંગે કેન્દ્ર સરકાર પરીક્ષા યોજશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય કામધેનુ આયોગે ગાય પર આધારિત વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે કામધેનુ આયોગ રાષ્ટ્રીય સ્તરે એક પરીક્ષા આયોજિત કરવાનું છે, જેમાં તમારા ગાયથી સંબંધિત જ્ઞાનને ચકાસવામાં આવશે. આયોગના અધ્યક્ષ વલ્લભભાઈ કથિરિયાએ કહ્યું હતું કે ગાયની ઉપયોગિતાના પ્રચાર-પ્રસાર પર આયોગ કામ કરી રહ્યું છે. ગાય કેન્દ્ર સરકારના પાંચ ટ્રિલિયન અર્થતંત્રના સપનાને પૂરું કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે, એમ તેમણે દાવો કર્યો છે.

આયોગના જણાવ્યા મુજબ ગો વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર કરવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય સ્તરે ગાયથી સંબંધિત જ્ઞાન-વિજ્ઞાન પર એક પરીક્ષાનું આયોજન 25 ફેબ્રુઆરી, 2021 થશે. ઓનલાઇન થનારી આ પરીક્ષામાં ગાય સંબંધિત 100 સવાલો પૂછવામાં આવશે. આ સવાલ હિન્દી અને અંગ્રેજી સહિત 12 સ્તાનિક ભાષામાં પણ પૂછવામાં આવશે.

પંચગવ્ય અને આયુર્વેદથી 800 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા

આયોગના અધ્યક્ષ વલ્લભ કથિરિયાના જણાવ્યા મુજબ દેશનાં ચાર શહેરોમાં કરવામાં આવેલા ક્લિનિકલ ટ્રાયલમાં પંચગવ્ય અને આયુર્વેદિક સારવારથી કોરોનાથી પીડિત 800 દર્દીઓ સ્વસ્થ થયા છે. તેમણે કહ્યું હતું કે વિવિધ સ્થળોએ 200 દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ પણ કરવામાં આવ્યા છે. જેનો અહેવાલ આયુષ મંત્રાલયને ટૂંક સમયમાં સોંપવામાં આવશે.

આ ક્લિનિકલ ટ્રાયલમાં કોરોના સંક્રમિત લોકો સ્વેચ્છાએ સામેલ થયા હતા. તેમને સંબંધિત સ્થાનો પર મેડિકલ કોલેજોમાં દાખલ કરવામાં આવ્યા હતા. એલોપથી દવા ઉદ્યોગની એક લોબી આ પ્રકારની સારવારવો સ્વીકાર નથી કરતી, પણ એક-બે વર્ષમાં એ એનો સ્વીકાર કરશે. સ્વસ્થ થયેલા દર્દી રસી લેવાની જરૂર નથી? એવા સવાલના જવાબમાં તેમનણે કહ્યું હતું કે આ દર્દીઓમાં એન્ટિબોડી હોવાથી જરૂર નથી, પણ જો કોઈ રસી લેવા ઇચ્છે તો લઈ શકે છે.