સીમા, સચિનને એક્ટિંગ પછી લાખોના પેકેજની નોકરીની ઓફર, જાણો…

નવી દિલ્હીઃ ગેરકાયદે રીતે નેપાળના રસ્તે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને તેના પ્રેમી સચિન મીણાને ગુજરાતના વેપારીએ નોકરીની ઓફર કરી છે. વેપારી તરફથી કહેવામાં આવ્યું છે કે સીમા અને સચિન –બંને જ્યારે ઇચ્છે ત્યારે આવીને નોકરી કરી શકે છે. તે બંને જણને રૂ. 50,000-50,000ની સેલરી આપશે.

વાસ્તવમાં સોશિયલ મિડિયા પર ન્યૂઝ હતા કે સીમા હૈદર અને સચિનનો પરિવાર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમાચાર વાઇરલ થતાં એક ફિલ્મ ડિરેક્ટરે સીમાને ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી. જ્યારે હવે સીમાને બીજી ઓફર ગુજરાતના એક વેપારી તરફથી મળી છે. UPના ગ્રેટર નોઇડામાં રબુપુર ગામમાં સચિન-સીમા પાસે એક પત્ર આવ્યો હતો. જોકે તેની સુરક્ષામાં તહેનાત જવાનોએ આ પત્ર ધમકીનો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ વરિષ્ઠ અધિકારીઓના આદેશ પછી પત્ર ખોલવામાં આવ્યો હતો, જેમાં આ પત્ર ગુજરાતના એક વેપારીએ લખ્યો હતો અને એ પત્રના માધ્યમથી તેણે સીમા અને સચિનને રૂ. 50,000-50,000ની સેલરી પર નોકરી ઓફર કરી હતી.

આ પત્રમાં સચિન અને સીમા જ્યારે ઇચ્છે, ત્યારે નોકરી જોઇન્ટ કરી શકે છે. આ પત્રમાં એ પણ લખ્યું હતું કે બંને જણને દરેક સંભવ મદદ કરવામાં આવશે.બીજી બાજુ, ફિલ્મ પ્રોડ્યુસર અમિત જાનીએ સચિન અને સીમાને ફિલ્મમાં કલાકાર તરીકે કામ કરવાની ઓફર કરી હતી. અમિત જાની સીમા-સચિનને ઘરે જઈને એડવાન્સ ચેક આપવા માટે પણ તૈયાર હતા.