તમાકુથી બચાવોઃ 1,000-યુવકોની મોદીજીને પત્ર દ્વારા વિનંતી

બેંગલુરુઃ આ શહેરમાં વસતાં 1,000થી પણ વધારે યુવકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ સંસદમાં હાલ ચાલી રહેલા ચોમાસું સત્રમાં તમાકુ-વિરોધી કાયદા COTPA (સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ) સુધારા ખરડો-2020 પાસ કરાવે અને દેશના યુવાનોને તમાકુના વ્યસનનો ભોગ બનવામાંથી બચાવે.

વડા પ્રધાન મોદીને આ પત્ર કન્સોર્ટિયમ ફોર ટોબેકો ફ્રી કર્ણાટક, એન્ટી-ટોબેકો ફોરમ, નેશનલ લૉ સ્કૂલ ઓફ ઈન્ડિયા યૂનિવર્સિટી તથા અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓએ લખ્યો છે. ખરડાનો મુસદ્દો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કર્યો 2020માં તૈયાર કર્યો હતો. એમણે એવી વિનંતી કરી છે કે COTPA કાયદામાં એવો સુધારો કરવાની જરૂર છે કે જેથી એ વધારે મજબૂત અને સર્વગ્રાહી બને. વળી, તમાકુના ઉપયોગ માટેની કાયદેસર વયમર્યાદાને વધારવાની પણ જરૂર છે. હાલ આ વય 18 વર્ષની છે તે વધારીને 21 વર્ષની કરવી જોઈએ. તે ઉપરાંત એરપોર્ટ, હોટેલ અને બીયર બાર જેવા નિશ્ચિત કરાયેલા સ્થળોએ પણ ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]