નવી દિલ્હી: એક તરફ ભાજપ-કોંગ્રેસમાં ઈલેક્ટોરલ બોન્ડને એક બીજા પર આક્ષેપો મૂકી રહી ત્યારે ભાજપમાં ચૂંટણી ફંડને લઈને ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આતંકવાદીઓને ફંડિગ કરવાના મામલે સંડોવાયેલી કંપની પાસે ભાજપે ચૂંટણી ફંડ લીધુ હોવાની વાત સામે આવી છે. આ જાણકારી ચૂંટણી પંચને ચૂંટણી ડોનેશન સંબંધિત આપેલા વિવરણમાં બહાર આવ્યું છે. વિવરણ અનુસાર પાર્ટીએ 2014-15માં આરકેડબ્લયૂ ડેવલપર્સ લિમિટેડ પાસેથી 10 કરોડ રુપિયાનું ચૂંટણી ફંડ મેળવ્યું હતું.
આ ફંડ પાર્ટીને મુંબઈમાં એક્સિસ બેંકની બાંદ્રા બ્રાન્ચ મારફતે આપવામાં આવ્યું હતુ. પાર્ટીએ ચૂંટણી પંચને ડોનેશનનું જે વિવરણ આપ્યું છે તેમાં RKW કંપનીનું નામ ફંડ આપનારની યાદીમાં 26માં સ્થાન પર છે. આ યાદીમાં સત્યા ઈલેક્ટોરલ ટ્રસ્ટ અને પ્રૂડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ, જનતા નિર્વાચક ઈલેક્ટોરલ ટ્રસ્ટ જેવા અનેક નામો સામેલ છે. ચૂંટણી ફંડ આપનાર અંગે સંપૂર્ણ માહિતી અહીં આપેલી લિન્ક પરથી મેળવી શકો છો. https://myneta.info/party/index.php?action=all_donors&id=3
ઉલ્લેખનીય છે કે, આરકેડબ્લ્યૂ ડેવલપર્સ કંપનીના પ્રમોટર્સ એચડીઆઈએલના માલિક ધીરક વઘાવન છે. એચડીઆઈએલ વિરુદ્ધ પીએમસી બેંક કૌંભાડ મામલે પણ તપાસ ચાલી રહી છે. આ મામલે વઘાવન પરિવારના બે સભ્યોની ધરપકડ પણ થઈ ચૂકી છે. આ ઉપરાંત આરકેડબ્લ્યૂ ડેવલપર્સના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સહયોગી રહેલા ઈકબાલ મિર્ચીની કંપની સાથે પણ સંબંધો હોવાની તપાસ ચાલી રહી છે. ઈડીનો આરોપ છે કે, આરકેડબ્લ્યૂ ડેવલપર્સે મિર્ચીની પ્રોપર્ટી વેચાવવામાં પણ મદદ કરી હતી.