કેજરીવાલની દિલ્હીને ચૂંટણી ભેટઃ પાણી-ગટર કનેક્શનના ચાર્જમાં આપી રાહત

નવી દિલ્હી: 2020 જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીની સરકારે લાખો લોકોને મોટી ભેટ આપી છે. દિલ્હીવાસીઓને હવે પાણી અને ગટર કનેક્શન લેવા માટે ડેવલપમેન્ટ ચાર્જ ઉપરાંત રોડ કટિંગ ચાર્જ ને કનેક્શન ચાર્જ નહીં ચૂકવવો પડે. દિલ્હીની મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી છે. જેથી હવે દિલ્હીવાસીઓને પાણી અને ગટર કનેક્શન લેવા માટે માત્ર 2310 રૂપિયા જ ચૂકવવાના રહેશે.

અરવિંદ કેજરીવાલે પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું કે, દિલ્હી જળ બોર્ડે ગટર અને પાણીના કનેક્શન પર ડેવલપમેન્ટ ચાર્જ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જ ખત્મ કરી દીધો છે. હવે કોઈપણ સાઈઝના પ્લોટ માટે 2310 રૂપિયા જ ચૂકવવાના રહેશે. નવી વ્યવસ્થા નોટિફિકેશન જાહેર થયા બાદ તરત જ લાગૂ થઈ જશે. અત્યારે 200 મીટરના પ્લોટ પર ગટર અને પાણીના કનેક્શન માટે 1,14,110 રૂપિયા અને 300 મીટરના પ્લોટ પર 1,24,110 રૂપિયા ચૂકવવા પડે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વધુ ચાર્જના કારણે લોકો લાઈનો નાખવા છતાં ગટર અને પાણીનું કનેક્શન નહતા લેતા. આનાથી લોકોના હજારો રૂપિયા બચશે.

કેજરીવાલે કહ્યું ગંદુ પાણી આવી રહ્યું છે તો અને જાણ કરો, અમે તેને રિપેર કરાવશું. સાથે એમ પણ કહ્યું કે, ગંદા પાણી પર રાજનીતિ કરવી યોગ્ય નથી. હું આ પ્રકારની રાજનીતિમાં પડવા નથી માગતો. મારુ લક્ષ્ય દિલ્હીને સ્વચ્છ પાણી પહોંચાડવાનું છે. જે વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદો છે ત્યાં પાણીની લાઈનો બદલવામાં આવી રહી છે.

આટલી થશે બચત:

25 વર્ગ મીટરના મકાન પર 19350 રુપિયા

50 વર્ગ મીટરના મકાન પર 21850 રુપિયા

75 વર્ગ મીટરના મકાન પર 24350 રુપિયા

100 વર્ગ મીટરના મકાન પર 26850 રુપિયા