નવી દિલ્હીઃ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 46,000ને પાર થઈ ગઈ છે અને આ વાઇરસથી અત્યાર સુધી 1568 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં 4000 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને સૌથી વધુ 195 લોકોનાં મોત થયાં છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોના સંક્રમિતોની સંખ્યા 46,433 થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે રિકવરી રેટ 27 ટકાએ પહોંચ્યો છે. અત્યાર સુધી 12,0727 લોકો સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં 14,541 કેસ સામે આવ્યા છે. આ સિવાય ગુજરાતમાં 5,804 કેસ સામે આવ્યા છે, જ્યારે દિલ્હીમાં 4,898 કેસ નોંધાયા છે. મુંબઈમાં 17 મે સુધી 144 લાગુ કરવામાં આવી છે.
પાછલા ચાર દિવસમાં સતત કેસમાં વધારો
પાછલા ચાર દિવસમાં દેશમાં કોરોનાના 10,462 કેસ નોંધાયા છે. આ આંકડો અત્યાર સુધીમાં કુલ સક્રિય કેસોના 34 ટકા છે.
વિશ્વમાં કોરોનાથી અઢી લાખનાં મોત
વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 35,82,465 થઈ છે અને આ વાઇરસથી અત્યાર સુધીમાં 2,51,512 લોકોનાં મોત થયાં છે. જોકે આ બીમારીમાં 11,62,418 લોકો ઠીક થઈ ચૂક્યા છે. હાલ આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા 21,68,535 સક્રિય છે.
દેશમાં રાજ્યવાર કોરોના કેસોની સંખ્યા આ પ્રમાણે છે.