નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે PUBG સહિત 118 ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલાં IT મંત્રાલયે TikToK, Hello, WEChat, UC Browser સહિત ચીનની 59 એપને બેન કરી દીધો હતો. મંત્રાલયે 118 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવતાં કહ્યું હતું કે આના ઉપયોગ કરવાથી માહિતી ટેક્નોલોજીના નિયમની કલમ 69Aની હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે એનો ઉપયોગ ગેરકાયદે થઈ ગયો છે. આવામાં જો તમારા મોબાઇલ ફોનમાં પ્રતિબંધિત એપ હશે તો એને તરત ડિલીટ કરી દો, નહીં તો તમને મોટું નુકસાન થશે.
ફોનમાં પ્રતિબંધિત એપ્સને જાતે ડિલીટ કરવી પડશે
ટેક્નોલોજી એક્સપર્ટ્સનું કહેવું છે કે બેન થયા પછી પણ આ એપ્સ તમારા ફોનમાં રહેશે, તો તમારે એને ડિલીટ કરવી પડશે. જ્યારે TIkTok પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો કેટલાક લોકોએ એના ઉપયોગ માટે અલગ-અલગ જુગાડ શોધી કાઢ્યો હતો. કોઈ એને APK ફાઇલથી ડાઉનલોડ કરી રહ્યું હતું કે કોઈ એને VPN દ્વારા એપને એક્સેસ કરવાના પ્રયાસો કરી રહ્યું હતું. જોકે મોટા ભાગના જુગાડ કામમાં ના આવ્યા. એ દરમ્યાન વોટ્સએપ પર એક apk ફાઇલ લિન્ક વાઇરલ થઈ હતી, જેનાથી TikTok ડાઉનલોડ થઈ રહી હતી.
આવી સરળતાથી સ્માર્ટફોનમાં વાઇરસ કાઢો
વોટ્સએપ પર વાઇરલ થયેલી ફાઇલ ક્લિક કરતાં જ unknown એપને ઇન્સ્ટોલ કરવાનો ઓપ્શન મળી જતો હતો અને એપ સરળતાથી ફોનમાં કામ કરવા લાગતી. આ પ્રકારથી પ્રતિબંધિત એપ્સનો ઉપયોગ મોટા જોખમને આમંત્રણ આપવા જેવું છે. જ્યારે પણ કોઈ ફાઇલ સત્તાવાર ના હોય હોય ત્યારે તેની apk ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે તો એ માલૂમ નથી પડતું કે એમાં કયાં મોડિફિકેશન્સ કરવામાં આવ્યાં છે. સ્પષ્ટ છે કે એનાથી ફોનમાં સરળતાથી વાઇરસ આવી શકે છે, જેનાથી યુઝરનો પ્રાઇવેટ ડેટા ચોરી કરી શકાય.
ISPને બાયપાસ કરીને એક્સેસ ઉપલબ્ધ કરાવે apk ફાઇલ
બેન એપ્સની apk ફાઇલ સત્તાવાર એપનું બિનસત્તાવાર વર્ઝન છે. એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરને બાયપાસ કરીને બેન એપ્સના એક્સેસ યુઝરને ઉપલબ્ધ કરાવે છે. એનાથી યુઝર્સની ખાનગી માહિતી ચોરી થવાનું જોખમ છે. બિનસત્તાવાર વર્ઝન દ્વારા તમારું લોકેશન, કોન્ટેક્ટ લિસ્ટ, ફોટો ગેલરી, હેન્ડસેટમાં રહેલા જરૂરી દસ્તાવેજ સુધી apk ફાઇલના ડેવલપરની પાસે જતા રહે છે.
સ્માર્ટફોનમાંથી ચીની એપ દૂર કરવા આટલું કામ કરો
જો તમારા સ્માર્ટફોનમાં પણ ચાઇનીઝ એપ છે અને તમે એને દૂર કરવા ઇચ્છો છો તો એપને થોડી સેકન્ડ સુધી દબાવી રાખો, પછી Uninstallનો ઓપ્શન દેખાશે. એપને ડ્રેગ કરીને ઓપ્શન સુધી લઈને છોડી દો. એપ સ્માર્ટફોનમાંથી દૂર થઈ જશે.
યુઝર્સના ડેટાનો ખોટો ઉપયોગ
મંત્રાલયે પ્રતિબંધ મૂક્યા પછી કહ્યું હતું કે આ એપ્સની સામે કેટલીય ફરિયાદો મળી છે. આમાં ચોરીના એન્ડ્રોઇડ અને IOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કેટલીક મોબાઇલ એપનો દુરુપયોગ, યુઝર્સના ડેટાને ગેરકાયદે રીતે ઉપયોગકર્તાને પહોંચાડવાનું સામેલ હતું. કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ એપ્સ એવી કામગીરીમાં સામેલ છે, જે ભારતની સલામતી, સુરક્ષા અને અખંડિતતા માટે નુકસાકારક છે. કેન્દ્ર એ કહ્યું હતું કે આ એપ્સનો મોબાઇલ અને નોન-મોબાઇલ બેઝ્ડ ઇન્ટરનેટ ડિવાઇસિસમાં પણ ઉપયોગ નહીં કરી શકાય.