લખનૌ: વિપક્ષી નેતાઓ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ માટે નવી નવી રીતો અપનાવી રહ્યા છે. હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક અલગ રીતે ઝૂંબેશ શરુ કરી છે. પ્રિયંકા દ્વારા પાર્ટીના નેતાઓને નવા વર્ષના અવસરે મોકલવામાં આવતા શુભેચ્છા સંદેશની સાથે સંવિધાનની પ્રસ્તાવના પણ મોકલવામાં આવી રહી છે.
જાણકારી અનુસાર, પ્રિયંકાએ યુપી કોંગ્રેસના લગભગ 3000 કર્યકર્તાઓ, પાર્ટી વિધાયકો અને બુદ્ધિજીવિઓને નવા વર્ષના ઉપલક્ષ્યમાં શુભેચ્છા સંદેશ મોકલયા છે. આ શુભેચ્છા સંદેશની સાથે પ્રિયંકાએ સંવિધાનની પ્રસ્તાવના પણ મોકલી છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકાનો આ ખાસ શુભેચ્છા સંદેશ ચર્ચાનો વિષય બન્યો છે.
મહત્વનું છે કે, છેલ્લા થોડા સમયથી પ્રિયંકા રાજનીતિમા ઘણી સક્રિય છે. શનિવારે તે મુઝફ્ફરનગરમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરોધમાં પ્રદર્શન દરમ્યાન થયેલી હિંસામાં માર્યા ગયેલા નૂરાના પરિવારને મળી અને તેમનો સ્થિતિ અંગે જાણકારી મેળવી. પ્રિયંકાની સાથે કોંગ્રેસના નેતા ઈમરાન મસૂદ અને પંકજ મલિક પણ નૂરાના ઘરે પહોંચ્યા હતાય નૂરાનું હિંસા દરમ્યાન 20 ડિસેમ્બરે મોત થયું હતું.
આ ઉપરાંત પ્રિયંકાએ હિંસા દરમ્યાન ઘાયલ થયેલા મોલાના અસદ હુસેની સાથે પણ મુલાકાત કરી. આ પહેલા પ્રિયંકાએ પ્રદર્શન દરમ્યાન થયેલી હિંસમાં માર્યા ગયેલા પરિવારોને પત્ર લખીને દરેક સ્તર પર સાથ આપવાની વાત કહી હતી.