રાજસ્થાનમાં રાજકીય ઘમસાણઃ હવે ભાજપના ધારાસભ્યોની વાડાબંધી?

જયપુરઃ રાજસ્થાનમાં રાજકીય સંકટમાં એક નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસ પછી હવે ભાજપે પણ પોતાના વિધાનસભ્યોની વાડાબંધી શરૂ કરી દીધી છે. રાજ્યના જાલોર, સિરોહી અને ઉડયપુર ક્ષેત્રના આશરે 12 વિધાનસભ્યોને ગુજરાતના અમદાવાદમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. 14 ઓગસ્ટથી રાજસ્થાન વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પહેલાં ભાજપને પોતાના બધા વિધાનસભ્યોને તૂટવાનો ડર સતાવી રહ્યો છે. જેથી તેમને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મિડિયામાં ચર્ચા ચાલી રહી છે કે આ વિધાનસભ્યોની તાળાબંધી પણ થાય એમ છે.

પાર્ટીનાં સૂત્રો અનુસાર ભાજપ બસપાના વિધાનસભ્યોનો કોંગ્રેસમાં વિલય પર આવનારા હાઇકોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. જો કોંગ્રેસની સામે આ ચુકાદો આવશે તો ભાજપ પોતાના વિધાનસભ્યોની વાડાબંધી કરશે, કેમ કે એવી આશંકા છે કે કોંગ્રેસ ભાજપના વિધાનસભ્યોને લલચાવી શકે છે.

નવ વિધાનસભ્યો પોરબંદર પહોંચી રહ્યા છે

પ્રાપ્ત સૂત્રો અનુસાર રાજસ્થાનના નવ વિધાનસભ્યો ચાર્ટર ફ્લાઇટથી પોરબંદર પહોંચી રહ્યા છે. પોરબંદરથી રસ્તા માર્ગે તેઓ સોમનાથ મંદિર પહોંચશે અને પૂજા-અર્ચના કરશે. આ વિધાનસભ્યો રાત્રે સોમનાથમાં જ રોકાવાનો કાર્યક્રમ છે.

વસુંધરા રાજે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યાં

દિલ્હીમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાથી મુલાકાત કર્યા પછી આ વિધાનસભ્યોને ગુજરાત શિફ્ટ કરવાના ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે. આમાંથી મોટા ભાગના વિધાનસભ્યો વસંધરા રાજેના સમર્થક છે. વસુંધરા રાજેના નજીકના લોકો કહી રહ્યા છે કે રાજેએ જેપી નડ્ડાથી પાર્ટીની કાર્યશૈલીને લઈ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

ભાજપ 14 ઓગસ્ટથી પહેલાં પોતાના વિધાનસભ્યોની તાળાબંધી કરી શકે છે. 12 વિધાનસભ્યોને અમદાવાદ મોકલવામાં આવ્યા છે અને અન્ય વિધાનસભ્યોને જયપુર જવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. એક મહિનાથી કોંગ્રેસના વિધાનસભ્યોની વાડાબંધીની ટીકા કર્યા પછી હવે ભાજપે પોતાના વિધાનસભ્યોની વાડાબંધ કરી છે. બીજા મધ્ય પ્રદેશ જશે અને કેટલાક જયપુરમાં રહેશે.

બે દિવસની ધાર્મિક યાત્રા પર

રાજસ્થાનના પ્રદેશ પ્રવક્તા રામ લાલ શર્માએ જણાવ્યું હતું કે, 12થી 15 ધારાસભ્યો બે દિવસની ધાર્મિક યાત્રા પર છે. સોમનાથ મહાદેવના દર્શન કરશે. કેટલાક વિધાનસભ્ય પહોંચી ચૂક્યા છે. જ્યારે કેટલાક ધારાસભ્યો પહોંચશે. આ ધારાસભ્યો બે દિવસ પછી યોજાનારી વિધાનસભ્ય દળની બેઠકમાં હાજર રહેવાના છે. સતીશ પુનિયાએ જણાવ્યું હતું કે 12 ધારાસભ્યો પ્રવાસે નીકળ્યા હોવાની મારી પાસે જાણકારી છે.