નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. ત્યારે આજે દેશના નેતાઓ અને અગ્રણી લોકો સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતાં. સુષ્મા સ્વરાજનું વ્યક્તિત્વ જ એવું હતું કે તેઓ લોકોને પોતાની સાથે સ્નેહના સંબંધથી જોડી રાખતા હતા. અને એટલા માટે જ આજે જ્યારે સુષમા સ્વરાજે આપણા વચ્ચેથી વિદાય લીધી છે ત્યારે અનેક લોકોની આંખો છલકાઈ ગઈ છે. સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલી આપવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા વડાપ્રધાન મોદી મોદી સુષ્મા સ્વરાજની દીકરી અને પતિ સ્વરાજ કૌશલને મળ્યા તે સમયે ખુબજ ભાવુક બન્યા હતા. સ્વરાજ કૌશલની સાથે વાત કરતા સમયે તેઓ ખુબજ ભાવુક થઇ ગયા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમના કાર્યકાળની પ્રશંસા કરી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગત કાર્યકાળમાં પોતાના પ્રધાન મંડળના સહયોગી રહી ચૂકેલા સુષ્મા સ્વરાજના નશ્વર દેહને જોઇ ખૂબ જ ભાવુક થઇ ગયા હતા. સુષ્મા સ્વરાજના દિલ્હી સ્થિત આવેલા ઘરે નશ્વર દેહની સામે હાથ જોડી વડાપ્રધાનની આંખો છલકાઈ હતી. તેઓ પોતાની પાર્ટીના ખૂબ જ તેજ તર્રાર અને લોકપ્રિય નેતાને શ્રદ્ધાંજલિ આપતા ખૂબ જ ભાવુક દેખાયા હતા. વડાપ્રધાને ખૂબ જ ગમગીન માહોલમાં સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજના માથા પર હાથ ફેરવી તેમને દિલાસો આપ્યો હતો. તો ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા. સુષ્માને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચેલા વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણઅડવાણી પણ ખૂબ જ ભાવુક દેખાયા. તેમના પુત્રી પ્રતિભા અડવાણી તો સુષ્માની દીકરી બાંસુરીને ભેટીને રડવા લાગ્યા હતા.સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામગોપાલ વર્માને પણ અત્યંત ભાવુક દેખાયા. ત્યાં પણ સુષ્માને શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘરે પહોંચ્યા હતા.સુષ્મા સ્વરાજને યાદ કરતાં બિહારના શિવહરથી લોકસભા સાંસદ રમા દેવીએ કહ્યું કે તેમની આત્માને શાંતિ મળે. તેઓ આ ધરતી છોડીને ગયા છે પરંતુ કયાંકને કયાંક સારી જગ્યા એ જ રહેશે. તેમનો પ્રેમ હંમેશા મારી સાથે હતો. જ્યાં સુધી મારા શ્વાસ ચાલશે હું તેમની સાથે જોડાયેલી રહીશ. રમા દેવી આમ કહેતા ભાવુક થઇ ગયા. તેમણે આગળ કહ્યું કે તેમનું જે સ્વરૂપ હતું તે બીજાનું કલ્યાણ કરવાનું હતું. સૌથી વધુ મહિલાઓના પ્રત્યે શ્રદ્ધા હતી, પ્રેમ હતો, આત્મવિશ્વાસ હતો. તેઓ જે પણ કામ કરતાં હતા એકદમ હિંમતથી કરતા હતા.
- સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પહોંચ્યા હતાં.
- યોગગુરૂ બાબા રામદેવે પણ દિવંગત વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી. બાબા રામદેવે કહ્યું કે સુષ્માજી મને ભાઈ માનતા હતા. અને ખરેખર તેઓનું વ્યક્તિત્વ ખુબ પ્રેમાળ હતું.
- તો રૂસના વિદેશ મંત્રાલયે સુષ્મા સ્વરાજના નિધન પર દુ:ખ વ્યક કર્યું છે.
- દિલ્હીના સીએમ કેજરીવાલે સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યકત કર્યો
- મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે અમારી સુષ્મા દીદી અમને બધાને છોડીને જતા રહ્યા. અસ્વસ્થ હોવા છતાંય પણ વિદિશા સહિતના રાજ્યની પ્રજાની સેવા કરતાં રહ્યા.
- ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
- ભારતમાં ઈઝરાયલના એમ્બેસેડરે પણ સુષ્મા સ્વરાજના અંતિમ દર્શન કર્યા, તેમણે સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલી આપી.
- ગૃહ પ્રધાન અમિત શાહે પણ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલી આપી હતી. અમિત શાહે કહ્યું કે સુષ્માજીના વિધનથી સહુ કોઈ દુઃખી છે. ભાજપાના દરેક કાર્યકર્તા આજે તેમને યાદ કરી રહ્યા છે અને દુઃખી છે. અમિત શાહે કહ્યું કે સુષ્મા સ્વરાજે દેશની ખ્યાતી વધારવાનું કાર્ય કર્યું છે.
- સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલી આપવા માટે યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.
- ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ સુષ્મા સ્વરાજના ઘરે પહોંચીને તેમને શ્રદ્ધાંજલી આપી હતી.