બિહારમાં બન્યો નિર્ભયા રેપકેસ જેવો જઘન્ય બનાવ, સામૂહિક ગેંગરેપ બાદ તેજાબથી જલાવી

નવી દિલ્હી- એક યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ બાદ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાનો મામલો બિહારમાં સામે આવ્યો છે. આ ઘટનાએ દિલ્હીના નિર્ભયા કાંડની યાદ તાજી કરી દીધી છે. એક યુવતી સાથે પહેલા ગેંગરેપ થયો અને ત્યારબાદ તેના ચહેરા અને શરીર પર તેજાબ નાંખીને તેમને નિર્વસ્ત્ર હાલતમાં ખેતરમાં ફેંકી દીધી. કમકમાટીભર્યો આ મામલો બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાનો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, પશ્ચિમ ચંપારણના રામનગર વિસ્તારના એક ગામડામાં એક યુવતી સાથે થયેલા જધન્ય કૃત્યથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. અપરાધીઓએ યુવતી ઉપર યાતના વીતાવવામાં તમામ હદો પાર કરી દીધી હતી. આ મામલે પોલીસે મૃતકના પિતાના નિવેદનને આધારે એફઆઈઆર નોંધીને તપાસ શરુ કરી દીધી છે.

રવિવારે શૌચાલય માટે ખેતરમાં ગયેલી યુવતી સાથે આરોપીઓએ ગેંગરેપ કર્યો હતો. યુવતીનાના મોઢામાં કાળા રંગનો દુપટ્ટો નાંખીને તેની સાથે બળજબરીપૂર્વક સામૂહિક દુષ્કર્મને અંજામ આપ્યો. ગેંગરેપ બાદ આરોપીઓ એ યુવતીનીની છાતી કાપી નાખી હતી. ઘટનાના બીજા દિવસે ભરવાડોની સૂચના પર પોલીસે ખેતરમાંથી છોકરીની લાશ કબજે કરી હતી.

મૃતક યુવતીના પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવતીની સગાઈ ગત મહિને જ થઈ હતી. અને આગામી નવેમ્બર ડિસેમ્બરમાં તેના લગ્ન પણ થવાના હતાં.