નવી દિલ્હી: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો આજે એટલે કે, 11 ડિસેમ્બરે 84મો જન્મદિવસ છે. આ અવસરે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ કહ્યું કે, પ્રણવદાએ પરિશ્રમ અને દ્રઢ સંકલ્પ સાથે ભારતની સેવા કરી છે. આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યંત્રી અશોક ગેહલોતે અને અન્ય અગ્રણીઓએ પણ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
11 ડિસેમ્બરે 1935ના પશ્ચિમ બંગાળમાં પ્રણવ મુખર્જીનો જન્મ થયો. પ્રણવદાનું ભારતીય રાજનીતિમાં અમુલ્ય યોગદાન રહ્યું. કોગ્રેસના નેતા તરીકે તેમણે અનેક મંત્રાલયોમાં કામ કર્યું. ઉમદા કાર્ય બદલ તેમને ભારત રત્ન અને પદ્મ ભૂષણ પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે. પ્રણવદાએ કોલકાત્તા યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. પ્રણવ મુખર્જીના જીવન પર અનેક પુસ્તકો પણ લખવામાં આવ્યા છે.
પ્રણવ મુખર્જીએ તેમના રાજકીય જીવનની શરુઆત વર્ષ 1969થી કરી પ્રથમ વખત તેમને રાજ્યસભાના સાંસદ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 35 વર્ષની ઉંમરે તેમને આ સભ્યપદ મળ્યું.
13ના આંકડા સાથે ખાસ કનેક્શન
પ્રણવ મુખર્જીનું 13 નંબર સાથે ખાસ કનેક્શન રહ્યું છે. તે ભારતના 13માં રાષ્ટ્રપતિ હતા અને દિલ્હીમાં તે 13 નંબરના બંગલામાં રહેતા. એટલું જ નહીં તેમની લગ્ન વર્ષગાંઠ પણ 13 તારીખે જ આવે છે. તેમના લગ્ન 13 જુલાઈ 1957ના રોજ થયાં. પરિવારમાં બે પુત્ર અને એર પુત્રી છે. તેમનો મોટો પુત્ર અભિજીત મુખર્જી મધ્યપ્રદેશથી કોંગ્રેસના સાંસદ છે તેમની પુત્રી શર્મિષ્ઠા મુખર્જી કથક ડાન્સર છે અને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલી છે.
પ્રણવદા ભારતીય રાજનીતિનો એ ચેહરો છે જેને સત્તામાં હોવા છતાં અને દેશના સર્વોચ્ચ પદ પર રહેતા સરકાર અને વિપક્ષ વચ્ચે યોગ્ય તાલમેલ બનાવી રાખ્યો. રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમ્યાન તેમણે બે પ્રધાનમંત્રી સાથે કામ કર્યું જેમાં કોંગ્રેસ સરકારમાં મનમોહનસિંહ અને ભાજપ સરકારમાં નરેન્દ્રમોદી. બંન્ને સાથે તેમના સંબંધો સારા રહ્યા. કહેવામાં આવે છે કે, પ્રણવદામાં દેશના સૌથી શ્રેષ્ઠ પ્રધાનમંત્રી બનવાની યોગ્યતા હતી.
ઘણા ઓછા લોકો જાણતા હશે કે, રાષ્ટ્રપતિ પદ પરથી મુક્ત થયા બાદ તે લગભગ 2 લાખ 63 હજાર કિલોમીટરની યાત્રા કરી ચૂક્યા છે. વર્ષ 2015માં તેમણે રશિયા ડોક્ટરેટની માનદ પદવીથી સમ્માનિક કરવામાં આવ્યા.
પ્રણવ મુખર્જીની ગણના એ નેતાઓમાં થાય છે જે ટીકા કરવામાં સરકાર હોય કે વિપક્ષ કદી પીછે હટ નહતા કરતા. મોદી સરકારના 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના દાવા સામે પ્રણવદાએ જાહેરમાં કહ્યું હતું કે, આ સફળતા પાછળ અગાઉની સરકારો દ્વારા કરેલા કામો પણ સામેલ છે. સરકારના નિર્ણયોને લઈને અનેક વખત તેમની નારાજગી સામે આવી. ખાસ કરીને શત્રુ-સંપત્તિ કાયદાને લઈને તે ખુલીને સામે આવ્યા હતાં. સૈદ્ધાંતિક મુલ્યો અને નૈતિક પક્ષોને બાજુ પર મુકીને તે હંમેશા રાજકીય-વ્યવહારિક પક્ષ પર વધારે ભાર આપતા આજ કારણે અનેક વખત તેમના નિર્ણયો સામાન્ય પ્રજાની અપેક્ષાઓથી વિપરીત રહેતા.