નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા વર્ષે જાન્યુઆરીમાં સંયુક્ત આરબ અમિરાત (UAE)ની મુલાકાત લેશે, જે વર્ષ 2022માં તેમનો પહેલો વિદેશ પ્રવાસ હશે. આ પહેલાં વડા પ્રધાન મોદી ગયા મહિનાના અંતમાં ઇટાલી અને બ્રિટનના પ્રવાસે ગયા હતા. વડા પ્રધાનનું આ પ્રવાસમાં મુખ્ય ધ્યાન દુબઈ એક્સપોમાં ભાગ લેવાનું હશે, જ્યાં ભારતીય પેવેલિયને ઘણું આકર્ષણ આકર્ષિત કર્યું છે.
દુબઈમાં ભારતનું ચાર ફ્લોરમાં પેવેલિયન શોકેસીસ છે, જે 75મા અમૃત મહોત્સવના મારોહમાં દેશની સફળતાને પ્રદર્શિત કરે છે. અહીં આ પ્રદર્શન ચાર લાખ લોકોએ જોયું છે.
ભારતનું પેવેલિયન ચાર ભાગમાં વહેંચાયેલું છે અને 11 થિમ પર આધારિત છે, જેમાં જળવાયુ બાયોડાઇવર્સિટી, સ્પેસ, શહેરી અને ગ્રામીણ વિકાસ સહિષ્ણુતા અને સમાવેશીતા, ગોલ્ડન જ્યુબિલી નોલેજ, લર્નિંગ, ટ્રાવેલ અને કનેક્ટિવિટી, ગ્લોબલ ગોલ્સ, હેલ્થ એન્ડ વેલનેસ, ખાદ્ય કૃષિ અને આજીવિકા અને પાણી પર આધારિત છે.
વડા પ્રધાન આ પ્રવાસમાં UAE સરકારની ટોચની નેતાગીરીને પણ મળશે. વડા પ્રધાને આ પહેલાં વર્ષ 2015, 2018 અને 2019માં UAEની મુલાકાત લીધી હતી. તેમને UAEએ ત્યાંના દેશનો સર્વોચ્ચ ઓર્ડર ઓફ ધ ઝાયદ એવોર્ડ પણ એનાયત કર્યો હતો.આ મહિનાના પ્રારંભે વિદેશીપ્રધાન ડો. એસ. જયશંકર દુબઈ એક્સપોમાં ભારતના પેવેલિયન ગયા હતા અને દેશ ટોચના નેતાઓ સાથે મુલાકાય યોજી હતી. UAEમાં ભારતીયોની સંખ્યા આશરે 33 લાખ જેટલી છે, જે દેશની વસતિના 30 ટકા છે.