મોદી G7 સંમેલનમાં હાજરી આપવા જર્મની જશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ જ મહિને જર્મની અને યૂએઈની મુલાકાતે જશે. ‘ગ્રુપ ઓફ સેવન’ (G7) સમૂહના દેશોના વડાઓના શિખર સંમેલનમાં હાજરી આપવા મોદી 26-27 જૂને જર્મની જશે. જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના આમંત્રણને માન આપીને મોદી જર્મનીના સ્ક્લોસ એલ્મો જશે.

જર્મનીથી મોદી 28 જૂને સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) જશે. તેમની એ મુલાકાત યૂએઈના ભૂતપૂર્વ પ્રમુખ અને અબુધાબીના શાસક શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન અંગે અંગત દિલસોજી વ્યક્ત કરવા માટેની હશે.