નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આજે રાજનીતિ, વ્યાપાર, મનોરંજન, રમત અને મીડિયા જગતની હસ્તીઓથી મતદાતાઓને મતદાન પ્રત્યે જાગૃત કરવામાં મદદની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર રાહુલ ગાંધી, માયાવતી, મમતા બેનર્જી, અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓને ટેગ કર્યા.
વડાપ્રધાન મોદીએ લખ્યું કે હું આગામી લોકસભા ચૂંટણીમાં મતદાતા ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે રાહુલ ગાંધી,મમતા બેનર્જી, શરદ પવાર, માયાવતી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને એમ કે સ્ટેલિનને અપિલ કરું છું. આ સીવાય વડાપ્રધાન નવીન પટનાયક, કુમાર સ્વામી, ચંદ્રાબાબુ નાયડૂ સહિતના લોકોને ટેગ કર્યા.
અન્ય એક ટ્વિટમાં વડાપ્રધાન મોદી ટ્વિટર પર આનંદ મહિન્દ્રા, રતન ટાટા અને બીએસઈના સીઈઓ આશીષ ચૌહાણને લોકોને મતદાન પ્રત્યે જાગૃત બનાવવાનો અનુરોધ કર્યો. તો વડાપ્રધાન મોદીએ બોલીવુડ અભિનેતા રણવીર સિંહ, વરુણ ધવન, વિક્કી કૌશલને ટેગ કરતા લખ્યું કે હવે સમય આવી ગયો છે કે તેમને આપ જણાવો કે પોતાનો સમય આવી ગયો છે અને હાઈ જોશ સાથે વોટિંગ બૂથ પર જઈને વોટ આપો.
આ સીવાય વડાપ્રધાન મોદીએ દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, પ્રણવ મુખર્જી, મનોજ વાજપેયી, બજરંગ પૂનિયા, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન સહિત અન્ય પ્રમુખ હસ્તીઓને પણ ટેગ કરતા વોટર્સને વોટિંગ પ્રત્યે જાગૃત બનાવવામાં મદદની અપીલ કરી.