શ્રીનગર – પાકિસ્તાનના એક હેલિકોપ્ટરે આજે જમ્મુ-કશ્મીર રાજ્યમાં ભારતની હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. એ હેલિકોપ્ટર આજે બપોરે 12.15-12.20 વાગ્યે કશ્મીરમાં LoC સ્થિત પૂંચ સેક્ટરને પાર કરીને ભારતની સીમામાં ઘૂસી આવ્યું હતું.
પાકિસ્તાની હેલિકોપ્ટર અનેક મિનિટો સુધી ભારતીય હવાઈ સીમામાં ફર્યું હતું અને પછી પાછું જતું રહ્યું હતું..
એ જાણવા મળ્યું નથી કે તે હેલિકોપ્ટર ભૂલમાં ભારતીય સીમાની અંદર આવી ગયું હતું કે તે ઘૂસણખોરીનો પ્રયાસ હતો.
ભારતીય સત્તાવાળાઓએ આ ઘટના વખતે અત્યંત સંયમ જાળવ્યો હતો. લશ્કરે પોતાના શસ્ત્રનો ઉપયોગ કરીને તે હેલિકોપ્ટરને તોડી પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ હેલિકોપ્ટર પાછું પાકિસ્તાનમાં જતું રહ્યું હતું.
હવે ભારત આ ઘટના અંગે પાકિસ્તાન સમક્ષ વિરોધ નોંધાવશે.
ત્રાસવાદી સંગઠનોને પાકિસ્તાન દ્વારા અપાતા ટેકાના મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વધુ બગડી ગયા છે એવા વખતે હેલિકોપ્ટરે ભારતીય સીમામાં ઘૂસણખોરી છે.
httpss://twitter.com/ANI/status/1046318954212339713