હૈદરાબાદઃ જિલ્લાની ગ્રાહક કોર્ટે કતાર એરવેઝને અસુવિધા અને માનસિક પીડા ભાગવવા બદલ એક પેસન્જર અને તેના પતિને ફ્લાઇટના ભાડાના રૂ. 9300, વળતર તરીકે રૂ. 25,000 અને કાયદાકીય ખર્ચ માટે રૂ. 5000 ચૂકવી આપવા આદેશ જારી કર્યો છે. આ કપલે બંજારા હિલ્સમાં કતાર એરવેઝની ઓફિસમાંથી કતાર એરવેઝમાં અમેરિકાની ટિકિટ વાયા દોહા થઈને બુક કરાવી હતી.
પ્રોફેસર સલાપકમ રેણુકા અને તેમના પતિ નિવૃત્ત ચીફ એન્જિનિયર ડોક્કુ રામાક્રિષ્નાએ કોંડાપુરથી પિટિશન કરી હતી. તેમને એરલાઇન્ટ તેમની રિઝર્વ્ડ સીટ ફાળવી નહોતી, જેથી તેમણે કમિશનમાં ધા નાખી હતી.
પ્રોફેસર રેણુકા ઘૂંટણની સર્જરી કરાવી હોવાથી ડોક્ટરની સલાહ મુજબ અને તેમના પતિ હાર્ટ પેશન્ટ હોવાથી તેમણે ટિકટિંગ એજન્ટ ભાનુ પ્રિયા બુરડા પાસે કતાર એરવેઝની ફ્લાઇટ્સમાં બલ્કહેડ સીટ (આરામદાયક સીટ) બુક કરાવી હતી. જેથી એરવેઝે તેમની પસંદગીની સીટ માટે મેડિકલ સર્ટિફિકેટ માગ્યુ હતું. એ પછી તેમણે છઠ્ઠી મે, 2017એ ટ્રાવેલ કરવા માટે પહેલી એપ્રિલ, 2017એ ટિકિટ બુક કરાવી હતી અને તેમણે તેમનું મેડિકલ અને ફિટનેસ સર્ટિફિકેટ પહેલી મેએ જમા કરાવ્યું હતું.
વળી, ચોથી મેએ તેમને એરવેઝ પાસેથી તેમને બલ્કહેડ સીટ ફાળવાઈ હોવાનો કોલ પણ આવ્યો હતો, પણ જ્યારે તેઓ ફ્લાઇટમાં ટ્રાવેલ કરવા ગયા, ત્યારે તેમબલ્કહેડ સીટને બદલે એક મિડલ સીટ અને અન્ય એક સીટ ફાળવવામાં આવી હતી, જેથી આખા પ્રવાસ દરમ્યાન કપલ હેરાન-પરેશાન થયું હતું. જોકે કતાર એરવેઝે આ કપલના આરોપોને ફગાવી દીધા હતા.