સંભલ, અદાણી મુદ્દે લોકસભામાં વિપક્ષનો ભારે હંગામો

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે, પરંતુ વિપક્ષના હંગામાને કારમે લોકસભા સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ બંધારણ પર બે દિવસ ચર્ચા કરવાની માગ કરી છે.

 વિપક્ષી સાંસદોએ સંભલ અને ગૌતમ અદાણી મુદ્દે ચર્ચાની માગણી કરીને હંગામો કરતાં લોકસભા સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્યસભા પણ સરકારને વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. હંગામા પર સ્પીકરે કહ્યું હતું કે સંસદ ચાલવા દો. દરેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે.લોકસભાના સત્રના પ્રારંભમાં મેરઠના સાંસદ અરુણ ગોવિલે જેવું બોલવાનું શરૂ કર્યું કે તરત વિપક્ષે હંગામો શરૂ કર્યો હતો અને વિપક્ષના સાંસદો વચ્ચે આવીને હંગામો શરૂ કર્યો હતો. જેથી અરુણ ગોવિલ ચૂપ થઈ ગયા હતા અને સીટ પર ઊભા રહ્યા હતા. વિરોધ પક્ષના સાંસદોએ અદાણી મુદ્દે પણ ચર્ચાની માગને લઈને સૂત્રોચ્ચાર કરતા હતા. જેથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ભડકી ગયા હતા.

ભાજપની આગેવાની હેઠળનું કેન્દ્ર આ સત્ર દરમિયાન અનેક કાયદાકીય એજન્ડાને આગળ વધારવાનું લક્ષ્ય ધરાવે છે. શિયાળુ સત્રમાં ચર્ચા માટે સૂચિબદ્ધ બિલોમાં વકફ (સુધારા) બિલ છે, જે હાલમાં સંસદની સંયુક્ત સમિતિ દ્વારા સમીક્ષા હેઠળ છે. વધુમાં, અન્ય 16 બિલો વિચારણા માટે તૈયાર છે. તેમાં પંજાબ કોર્ટ્સ (સુધારા) બિલ અને દરિયાઈ જવાબદારીઓ અને બંદર વ્યવસ્થાપન સંબંધિત અન્ય જેવા નોંધપાત્ર સુધારાઓનો સમાવેશ થાય છે.