નવી દિલ્હીઃ વિરોધ પક્ષોના અલાયન્સ ઇન્ડિયા બ્લોકમાં બધું સમુસૂતરું નથી. દિલ્હીની ચોથી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને PM તરીકે રજૂ કરવાના પ્રસ્તાવ મુદ્દે ઘમસાણ ચાલુ જ છે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારની નારાજગીના સમાચાર વચ્ચે NCP સુપ્રીમો શરદ પવાર પણ નારાજ છે. તેમણે ઇશારામાં નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે 1977ની લોકસભા ચૂંટણીમાં પણ પીએમ ચહેરો જાહેર કરવામાં આવ્યો ન હતો.
તેમણે કહ્યું હતું કે ચૂંટણી બાદ વિપક્ષ દ્વારા મોરારાજી દેસાઈને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તે સમયે પણ એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈ ચહેરો આગળ નહીં લાવવામાં આવે તો પરિણામો પક્ષમાં નહીં આવે. જો લોકો પરિવર્તનના મૂડમાં હોય તો જરૂર પરિવર્તન માટે નિર્ણય કરશે.
દિલ્હીમાં ઈન્ડિયા બ્લોકની ચોથી બેઠકમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા અને PM ચહેરાની ઘોષણા પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન TMC નેતા મમતા બેનર્જીએ ઇન્ડિયા બ્લોક વતી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પીએમ ચહેરો જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ સહિત 12 પક્ષોએ ટેકો આપ્યો હતો.
મલ્લિકાર્જુન ખડગેને ઈન્ડિયા એલાયન્સનો PM ચહેરો બનાવવાના બદલ નીતિશ કુમારની નારાજગીની સામે આવી હતી. અમે ઇચ્છીએ છીએ કે જે પણ થાય તે સમયસર થાય જેથી તૈયારીઓ કરી શકાય. અમે ક્યારેય પોતાને પીએમ પદ માટે દાવેદાર બનાવવાની કોશિશ કરી નથી.
દક્ષિણ રાજ્યમાં સારી પકડ છે. ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસે કર્ણાટક બાદ તેલંગાણામાં પોતાની શાનદાર જીત નોંધાવી અને ભાજપને સત્તાથી દૂર રાખ્યો હતો.