બેંગલુરુઃ નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપને 2024ની લોકસભા ચૂંટણીમાં હરાવવાના મનસૂબા સાથે દેશના 26 વિરોધપક્ષો અહીં એકત્ર થયા છે. ગઈ કાલથી શરૂ થયેલી એમની બે-દિવસીય બેઠકના આજે બીજા દિવસે એમણે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમણે એમના જૂથનું નામ બદલવાનું નક્કી કર્યું છે. એમણે યૂપીએ (યૂનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) નામ બદલીને I.N.D.I.A. નામ રાખ્યું છે. એનું આખું નામ છે – ઈન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઈન્ક્લૂઝિવ અલાયન્સ.
વિરોધ પક્ષોના કેટલાક નેતાઓએ નવા નામ (INDIA) વિશે ટ્વીટ પણ કરી દીધું છે. યૂપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને ગ્રુપ વિશે ચાર નામની ભલામણ મોકલવામાં આવી હતી.
