છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1396 કેસ અને 48 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 1,396 કેસ નોંધાયા છે અને 48 લોકોનાં મોત થયાં છે. આ સાથે દેશભરમાં આ વાઇરસથી સંક્રમિતોનો આંકડો 27,892 થઈ ગયો છે અને આ વાઇરસથી થયેલા મોતનો આંકડો 872એ પહોંચ્યો છે. જોકે રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી આ બીમારીમાંથી 6,185 લોકો સાજા થઈ ગયા છે. પાછલા 24 કલાકમાં 381 લોકો ઠીક થયા છે.

કોરોના વાઇરસથી અત્યાર સુધી 185 દેશોમાં ફેલાયો છે. વિશ્વભરમાં કુલ 29,71,477 કેસો નોંધાયા છે અને 2,06,535 લોકોનાં મોત થયાં છે. હાલ 18,99,547ની સારવાર ચાલી રહી છે અને 8,65,395 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

PM-CM બેઠક યોજાશે

કોરોના સંકટ અને લોકડાઉનની વચ્ચે વડા પ્રધાન રાજ્યોના મુખ્ય પ્રધાનોથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્તમાન પરિસ્થિતિની ચોથી વાર ચર્ચા-વિચારણા કરશે. વડા પ્રધાન મોદીની સાથે મુખ્ય પ્રધાનો સાથેના વિડિયો કોન્ફરન્સિંગમાં કમસે કમ નવ રાજ્યોના મુખ્ય પ્રધાનો ભાગ લે એવી સંભાવના છે.

. દેશમાં રાજ્યવાર કોરોના કેસોની સ્થિતિ આ મુજબ હતી