નવી દિલ્હી – અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે બીજી મુદત માટે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોદીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે. મોદીએ હિન્દીમાં શપથ ગ્રહણ કર્યા હતા. મોદીની આગેવાની હેઠળ ભાજપ-એનડીએની સરકારની બીજી મુદતની રચના થઈ રહી છે. એમની સાથે એમના પ્રધાનો પણ આજે શપથ લીધાં છે. ભાજપપ્રમુખ અમિત શાહ પણ મોદીની સરકારમાં પ્રધાન તરીકે સામેલ થયા છે. એમણે પણ હોદ્દાના શપથ લીધા છે.
શપથવિધિ પ્રસંગે ભાજપ-એનડીએના નેતાઓ તેમજ વિદેશી મહેમાનો, વિપક્ષ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, એમના માતા સોનિયા ગાંધી, ફિલ્મ, કોર્પોરેટ, રમતગમત, પ્રચારમાધ્યમ સહિત વિવિધ ક્ષેત્રોના મહારથીઓ, ભાજપસાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો, વિશેષ આમંત્રિત મહેમાનો સહિત હજારો લોકોની હાજરી હતી.
જે આમંત્રિતોને શપથવિધિ સમારોહમાં હાજર રહેવાનું આમંત્રણ અપાયું હતું એમને સમારોહ પૂર્વે 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત વડા પ્રધાન નિવાસસ્થાન ખાતે ચા-નાસ્તો કરાવવામાં આવ્યો હતો.
Updates:
વડા પ્રધાન મોદીનું પ્રધાનમંડળઃ
કેબિનેટ પ્રધાનોઃ
નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, સદાનંદ ગૌડા, નિર્મલા સીતારામન, રામવિલાસ પાસવાન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમ્રત કૌર બાદલ, થાવરચંદ ગેહલોત, ડો. સુબ્રમણ્યમ જયશંકર, રમેશ પોખરીયાલ ‘નિશાંક’, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, ડો. હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્તાર અબ્બાસ નક્વી, પ્રહલાદ જોશી, ડો. મહેન્દ્રનાથ પાંડે, અરવિંદ સાવંત, ગિરીરાજ સિંહ, ગજેન્દ્ર સિંહ શેખાવત.
રાજ્ય કક્ષાના પ્રધાનો (સ્વતંત્ર ચાર્જ)
સંતોષ ગંગ્વાર, રાવ ઈન્દરજિત સિંહ, શ્રીપાદ નાઈક, ડો. જિતેન્દ્ર સિંહ, કિરન રિજીજુ, પ્રહલાદ સિંહ પટેલ, રાજકુમાર સિંહ, હરદીપ સિંહ પુરી, મનસુખ માંડવિયા.
રાજ્યકક્ષાના પ્રધાનોઃ
ફગ્ગનસિંહ કુલસ્તે, અશ્વિની કુમાર ચૌબે, અર્જુન રામ મેઘવાળ, જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહ, ક્રિશન પાલ, રાવસાહેબ દાનવે, જી. કિશન રેડ્ડી, પરસોત્તમ રૂપાલા, રામદાસ આઠવલે, સાધ્વી નિરંજન જ્યોતિ, બાબુલ સુપ્રિયો, સંજીવ કુમાર બાલયાન, સંજય ધોત્રે, અનુરાગ સિંહ ઠાકુર, સુરેશ અંગાદી, નિત્યાનંદ રાય, રતન લાલ કટારિયા, વી. મુરલીધરન, રેણુકાસિંહ સરુતા, સોમપ્રકાશ, રામેશ્વર તેલી, પ્રતાપચંદ્ર સારંગી, કૈલાશ ચૌધરી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ગાંધીનગરમાં એમનાં ઘરમાં બેસીને ટીવી પર પુત્રની શપથવિધિનો પ્રસંગ નિહાળ્યો.
પરસોત્તમ રૂપાલાએ શપથ લીધા. ગુજરાતના અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ગામના વતની અને રાજ્યસભાના સદસ્ય રૂપાલા વડા પ્રધાન મોદીની ગત્ સરકારમાં કૃષિ, કિસાન કલ્યાણ, પંચાયતી રાજ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન હતા.
ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી, રાજ્યસભાના સદસ્ય મનસુખ માંડવિયાએ પણ મોદીની કેબિનેટના સભ્ય તરીકે શપથ લીધા. 47 વર્ષીય માંડવિયા મોદીની ગત્ સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શિપિંગ અને કેમિકલ્સ તથા ફર્ટિલાઈઝર્સ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન હતા.
મુખ્તાર અબ્બાસ નક્વી, પ્રહલાદ જોશી, ડો. મહેન્દ્રનાથ પાંડે (ઉ.પ્ર. ભાજપ પ્રમુખ)એ શપથ લીધા.
પ્રધાનમંડળના વરિષ્ઠ સભ્ય સંતોષ ગંગ્વારે શપથ લીધા.
રાવ ઈન્દરજિત સિંહ, શ્રીપાદ નાઈક, જિતેન્દ્ર સિંહ, કિરન રિજીજુએ શપથ લીધા.
ગિરીરાજ સિંહ, ગજેન્દ્ર સિંહ શેખાવતે શપથ લીધા.
શિવસેનાનાં નેતા અને મુંબઈ-દક્ષિણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવરાને હરાવનાર અરવિંદ સાવંતે પણ શપથ લીધા. મોદી સરકાર-2માં શિવસેનાનાં આ એકમાત્ર સભ્ય છે.
નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ગત્ સરકારનાં કાપડ ખાતાનાં પ્રધાન સ્મૃતિ ઈરાનીએ હોદ્દાનાં શપથ લીધાં.
હરસિમ્રત કૌર બાદલ, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, રામવિલાસ પાસવાને પણ શપથ લીધા.
નીતિન ગડકરી, સદાનંદ ગૌડા, નિર્મલા સીતારામને પણ શપથ લીધાં.
રાજનાથ સિંહ અને અમિત શાહે પણ શપથ લીધા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી એમના માતા અને યુપીએ સરકારનાં અધ્યક્ષા સોનિયા ગાંધી પણ રાષ્ટ્રપતિ ભવનમાં આવી પહોંચ્યાં.
રાજનાથ સિંહ, સની દેઓલ, સુષમા સ્વરાજ, રાજીવ પ્રતાપ રુડીનું સમારોહ માટે આગમન.
રાષ્ટ્રપતિના બોડીગાર્ડ્સ તથા લશ્કરી વડા જનરલ બિપીન રાવત પણ રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચ્યા.
ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી (એમના પત્ની નીતા સાથે) અને રતન ટાટા રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચી ગયા છે.
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પણ રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચ્યા છે. જોકે એમની જેડી-યુ પાર્ટી મોદી સરકાર-2માં જોડાવાની નથી.
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી (એમના પત્ની અને પુત્રી પ્રતિભા અડવાણી સાથે) પહોંચ્યા.
વિદેશી મહાનુભાવોનું આગમન. શ્રીલંકા, નેપાળ, કિર્ઘિસ્તાન, મ્યાનમારના વડાઓની હાજરી.
સની દેઓલ, સુષમા સ્વરાજ, રાજીવ પ્રતાપ રુડીની શપથવિધિ સમારોહમાં હાજરી.
શપથવિધિ સમારોહમાં હાજર રહેનાર બોલીવૂડ હસ્તીઓઃ શાહીદ કપૂર, એની પત્ની મીરા રાજપુત, રાજકુમાર હિરાની, બોની કપૂર, કંગના રણૌત, મધુર ભંડારકર