લોકસભા ચૂંટણી 2019ના રાજકીય જંગમાં ફતેહ કરવા માટે વડાપધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કમર કસી રહ્યાં છે. દેશની સત્તા પર બીજી વખત પોતાની બાદશાહત કાયમ રાખવા માટે ભાજપ ગુજરાત મોડલ પર આધારિત ‘નો રિપીટ થિયેરી’ પર કામ કરી રહ્યું છે. આ રણનીતિ હેઠળ બીજેપી મોટી સંખ્યામાં તેના વર્તમાન સાંસદોની ટિકિટ કાપીને નવા ચહેરાઓ પર દાવ અજમાવી રહી છે. આ ગુજરાત મોડલ મારફતે બીજેપી છેલ્લા બે દાયકાથી ગુજરાતની સત્તા પર કબજો જમાવ્યો છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપી પાંચ વર્ષથી દેશની સત્તા પર છે. યુપી, ગુજરાતથી લઈને મધ્યપ્રદેશ-છત્તીસગઢ અને રાજસ્થાનમાં મોટી સંખ્યામાં બીજેપીએ જીત મેળવી હતી. બીજેપીના વર્તમાન સાંસદો વિરુદ્ધ સત્તા વિરોધી વલણ સ્વાભાવિક છે. ભાજપે એન્ટી ઈન્કમબેંસી સામે લડવા માટે મોટી સંખ્યામાં જૂના સાંસદોની જગ્યાએ નવા ચહેરા સાથે મેદાનમાં ઉતરવાનો પ્લાન કર્યો છે.
2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપે યુપીની 80 બેઠકો માંથી 71 બેઠકો પર જીત મેળવી હતી. આ સ્થિતિમાં પાર્ટી આ વખતેની ચૂંટણીમાં જૂના સાંસદોની ટિકિટ કાપીને નવા ચહેરાઓને સ્થાન આપી શકે છે. બીજી તરફ છત્તીસગઢમાં ભાજપે તેમના તમામ 10 સાંસદોની ટિકિટ કાપવાનો નિર્ણય કર્યો છે, તો બિહાર, મધ્યપ્રદેશ, ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ પાર્ટી કેટલાક વર્તમાન સાંસદોની જગ્યાએ નવા ચહેરા સાથે મેદાનમાં ઉતરી શકે છે.
બીજેપીએ કદાવર નેતાઓ પર દાવ રમવાની યોજાના બનાવી છે. જે રાજકીય સમીકરણો માટે યોગ્ય હોય અને ચૂંટણીનો જંગ જીવતવાનો ધ્યેય રાખતા હોય.
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે ત્રણેય વિધાનસભા ચૂંટણી દરમિયાન નો રિપીટ થિયરી આપવાનવી હતી. કામ ન કરનારા અને ભ્રષ્ટાચાર તેમજ અન્ય આરોપો લાગેલા સાંસદોને બીજી વખત ટિકિટ ન હતી આપવામાં આવતી. બીજેપી આ સિદ્ધાંત હેઠળ આ વખતેની લોકસભા ચૂંટણીમાં જૂના ચહેરાની જગ્યાએ નવા ચહેરાઓ સાથે મેદાનમાં ઉતરવાની રણનીતિ પર કામ કરી રહી છે.