નંદિની વિરુદ્ધ અમૂલ- કર્ણાટકમાં છેડાયો સંગ્રામ?

બેંગલુરુઃ કર્ણાટક ચૂંટણીમાં અમૂલ અને નંદિની મિલ્ક બ્રાન્ડની તુલના કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ ડીકે શિવકુમારે આ મુદ્દે પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે નંદિની અમૂલની સારી બ્રાન્ડ છે. તેમણે કહ્યું હતું કે કર્ણાટકના દૂધ અને ખેડૂતોની રક્ષા કરવામાં આવશે.

કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે ગુજરાત સ્થિત ડેરી સહકારી સમિતિ અમૂલના કર્ણાટક ડેરી બજારમાં પ્રવેશ કરવાની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે અમારા દૂધ અને ખેડૂતોની સુરક્ષા કરવા ઇચ્છીએ છીએ. અમારી પાસે પહેલેથી નંદિની છે, જે અમૂલથી સારી બ્રાન્ડ છે. અમને કોઈ અમૂલની જરૂરત નથી. અમારું, પાણી, અમારું દૂધ અમારી માટી મજબૂત છે.

કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) રાજ્યમાં નંદિની બ્રાન્ડનેથી દૂધ-દહીં વેચે છે. અમૂલે બેંગલુરુમાં બ્રાન્ટનું ટીઝર લોન્ચ કર્યું હતું., એમાં જણાવવામાં આવ્યું હતું કે અમૂલ ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ડેરી ઉત્પાદનોના વિતરણને સક્ષમ કરવા માટે કરશે.કર્ણાટકમાં અમૂલના પ્રવેશથી એ ચિંતા દર્શાવવામાં આવી રહી છે કે એ સ્થાનિક બ્રાન્ડ માટે જોખમ ઊભું કરશે.

ડિસેમ્બરમાં કર્ણાટકની યાત્રામાં ગૃહપ્રધાન અમિત શાહે KMF અને ગુજરાત આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ (AMUL)ની વચ્ચેના વિલીનીકરણની અટકળોને હવા આપી હતી. ત્યારથી અમૂલ વિરુદ્ધ નંદિની યુદ્ધ છેડાઈ ગયું છે.  ટ્વિટર પર #GoBackAmul અને #SaveNadiniના હેશટેગ ટ્વીટ થવા લાગ્યા છે. કોંગ્રેસ નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કન્નડ લોકોને અમૂલના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો આગ્રહ કર્યો હતો.