મેક્ડોનાલ્ડ્સની કથિત ફ્રેન્ચાઈઝી પર નફાખોરીનો આરોપ

નવી દિલ્હીઃ દેશમાં અયોગ્ય નફાખોરી પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા માટે જીએસટી કાયદા અંતર્ગત રચાયેલી કાનૂની યંત્રણા નેશનલ એન્ટી-પ્રોફિટીયરિંગ ઓથોરિટી (એનએએ) એજન્સીએ રૂ. 7.49 કરોડથી વધુ રકમના જીએસટી રેટ કટનો લાભ ગ્રાહકોને ન આપવા બદલ ફાસ્ટ ફૂડ ચેન મેક્ડોનાલ્ડ્સની કથિત ફ્રેન્ચાઈઝી હાર્ડકેસલ રેસ્ટોરન્ટ્સ કંપનીને કસુરવાર ઘોષિત કરી છે. મેક્ડોનાલ્ડ્સ ઈન્ડિયાનું કહેવું છે કે હાર્ડકેસલ રેસ્ટોરન્ટ્સ પ્રા.લિ. પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં તેની ફ્રેન્ચાઈઝ ઓફર કરતી નથી.

મુંબઈસ્થિત હાર્ડકેસલ રેસ્ટોરન્ટ્સ ભારતના પશ્ચિમી અને દક્ષિણી ભાગોમાં મેક્ડોનાલ્ડ્સ બ્રાન્ડ નામ હેઠળ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ ચલાવે છે. NAAના ઓર્ડરમાં જણાવાયું છે કે હાર્ડકેસલ રેસ્ટોરન્ટ્સે તેના કેટલાક ઉત્પાદનો પર જીએસટી દર 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યો હોવા છતાં તે ગ્રાહકો પાસેથી વધારે ચાર્જ વસૂલ કરીને નફાખોરીની પ્રવૃત્તિ કરી હતી. એજન્સીએ હાર્ડકેસલને આદેશ આપ્યો છે કે તે નફાખોરીથી મેળવેલી રૂ. 7.49 કરોડની રકમની 50 ટકા રકમ સેન્ટ્રલ કન્ઝ્યૂમર વેલ્ફેર ફંડમાં જમા કરાવે અને બાકીની 50 ટકા રકમ તેણે જ્યાં તેના ઉત્પાદનો સપ્લાય કરીને નફાખોરી કરી છે તે 10 રાજ્યોના ગ્રાહક વેલ્ફેર ફંડમાં જમા કરાવે.

NAA finds McDonald’s franchisee Hardcastle guilty of profiteering

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]