સાંસદો સામાજિક ન્યાય માટે 6-14 એપ્રિલમાં બેઠકો યોજેઃ મોદી

નવી દિલ્હીઃ ભાજપે છઠ્ઠી એપ્રિલે પક્ષના 42મા સ્થાપના દિવસે સપ્તાહ સુધી ચાલનારી વિકાસની કામગીરીનું આયોજન કર્યું છે. વડા પ્રધાન મોદી સ્મરણોત્સવનો પ્રારંભ પક્ષના કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ સંબોધન સાથે કરાવશે. પક્ષ દ્વારા આપવામાં આવેલી જાહેરાત અનુસાર આ સમારોહનું સમાપન 14 એપ્રિલે આંબેડકર જયંતીએ થશે.

સવારે નવ કલાકે પક્ષનો ઝંડો લહેરાવવામાં આવશે. એ પછી દેશભક્તિના ગીતો અને સૂત્રો દ્વારા જુલૂસનો પ્રારંભ થશે. પાર્ટીના કાર્યકરો દ્વારા મોદીનું સંબોધન સાંભળવા માટે સવારે 9.45 કલાક સુધી તૈયાર રહેશે. પક્ષના કાર્યકર્તાઓને છઠ્ઠી 14 એપ્રિલ સુધી કાર્યક્રમો આયોજિત કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં તળાવોની સફાઈ, રક્તદાન શિબિર, આરોગ્યની તપાસ રસીકરણ શિબિર વગેરે સામેલ છે. વડા પ્રધાને પક્ષને વિસ્તારવામાં લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના યોગદાનની સરાહના કરી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરને રાષ્ટ્રીય મુખ્ય ધારામાં લાવવા માટે આર્ટિકલ 370ને દૂર કરવા માટે ડો. શ્યામાપ્રસાદ મુખરજીના દ્રષ્ટિકોણનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ભારતીય જનસંઘ- ભાજપની ભૂતપૂર્વ પાર્ટી 1952માં થઈ હતી. જેણે પહેલી લોકસભા ચૂંટણીમાં ત્રણ બેઠકો જીતી હતી.  એ પછી 1979માં જનતા પાર્ટીના સરકાર પતન પછી ભાજપની રચના કરવામાં આવી હતી.

ભાજપા સંસ્થાપક સ્વ. અટલબિહારી વાજપેયી અધ્યક્ષ હતા, જે પછી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કુશાભાઉ ઠાકરે, બંગારુ લક્ષ્મણ, જન કૃષ્ણમૂર્તિ અન વેંકૈયા નાયડુ હતા. હાલમાં જેપી નડ્ડા ભાજપના અધ્યક્ષ છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]