નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરાના વાઇરસના સતત નવા કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં આ વર્ષના સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. દેશમાં શનિવારે કોરાનાના આશરે 25,000 નવા કેસ નોંધવામાં આવ્યા છે. આ પહેલાં શુક્રવારે 23,000થી વધુ કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 24,882 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 140 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,13,33,728 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,58,446 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,09,73,260 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 19,957 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,02,022 પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.86 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.40 ટકા થયો છે.
ICMRના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 22.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશમાં 2.82 કરોડ લોકોનું રસીકરણ
દેશમાં અત્યાર સુધીમાં 2,82,18,457 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 20,53,537 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.