નેતાજી માટે મોદીનું ‘પરાક્રમ’ વિરુદ્ધ મમતાનો ‘દેશપ્રેમ’

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાઓ, પદયાત્રાઓની વચ્ચે નેતાજી સુભાષચંદ્ર બોઝની વિરાસત પણ સામેલ થઈ ગઈ છે. રાજ્યના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસનાં અધ્યક્ષ મમતા બેનરજીએ મોદી સરકારની આલોચના કરી છે, બીજી બાજુ કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયે નેતાજીની 125મી જયંતીએ ‘પરાક્રમ દિવસ’ ઊજવવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આયોજિત ‘પરાક્રમ દિવસ’ સમારોહમાં ભાગ લેવાના છે.  

કોલકાતામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કેટલાય કાર્યક્રમોમાં સામેલ થવા પહેલાં મમતા બેનરજીના ‘પરાક્રમ દિવસ’ ઊજવવા પર કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કરતાં કહ્યું છે કે બંગાળ સરકારે દેશનાયક દિવસ ઊજવી રહી છે. તેમણે આ માટે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું નામ પણ જોડ્યું હતું.

નવ કિલોમીટર લાંબા માર્ચ વખતે મમતાએ કહ્યું હતું કે હું ‘પરાક્રમ’ શબ્દને નથી સમજતી…હું તેમના (નેતાજી) ‘દેશપ્રેમ’ને સમજું છુ. નેતાજી એક દર્શન છે, એક ભાવના છે, તેઓ ધર્મોની એકતામાં વિશ્વાસ કરતા હતા.

અમે આજે દેશનાયક દિવસ કેમ જાહેર કર્યો છે? કેમ કે ટાગોરે તેમને આ ઉપાધિ આપી હતી અને નેતાએ ટાગોરના ગીતને રાષ્ટ્રગાનના રૂપમાં માન્યતા આપી હતી, એમ તેમણે કહ્યું હતું.

દીદીના નામથી મશહૂર મમતા બેનરજીએ કહ્યું હતું કે કેટલાક લોકો ઠીક ચૂંટણી પહેલાં નેતાજીને યાદ કરે છે.આવા લોકોની સામે તેઓ હંમેશાં નેતાજીના પરિવારના સંપર્કમાં રહી છે.