ભારતને વિકાસની ઊંચાઈ પર પહોંચાડશે નવી શિક્ષણ નીતિઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેશનલ એજ્યુકેશન પોલિસીની કોન્ક્લેવને સંબોધિત કરી હતી. હાલમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મોટાં પરિવર્તનો કર્યાં છે. ત્યાર બાદ વડા પ્રધાને દેશને આ મુદ્દે સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ કોન્ક્લેવ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખતાં બહુ મહત્ત્વની છે. જેથી NEPને લઈને માહિતી સ્પષ્ટ થશે અને એનું અમલીકરણ થશે. ત્રણ-ચાર વર્ષોના વ્યાપક મંથન પછી એને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે.

કોઈ પણ રીતે પક્ષપાત છે, ભેદભાવ નહીં

વડા પ્રધાને નવી નીતિ પર દેશભરમાંથી આવેલી પ્રતિક્રિયા વિશે કહ્યું હતું કે નવી નીતિ આવ્યા પછી કોઈ પણ વર્ગ કે કોઈ પણ ક્ષેત્રમાંથી એ નથી કહેવામાં આવ્યું નથી કે એમાં કોઈ પણ રીતે પક્ષપાત છે, ભેદભાવ છે. આ સકેત છે કે લોકો જે વરસોથી પરિવર્તન ઇચ્છતા હતા, એ તેમાં જોવા મળ્યું છે.

બાળકોના સાયન્ટિફિક પ્રકારે શિક્ષણ પર જોર

દરેક દેશ પોતાની શિક્ષણ નીતિમાં પોતાના લક્ષ્ય, પોતાના વિચાર અને સંસ્કારનું મિશ્રણની સાથે નીતિ બનાવે છે. અમારી શિક્ષણ નીતિ એ આધારે જ બનાવવામાં આવી છે. એનો હેતુ નવી શિક્ષણ સિસ્ટમ દ્વારા દેશની વર્તમાન અને આગળની પેઢીને સશક્ત બનાવવાનો છે. તેમણે કહ્યું હતું કે આ જ અમારી વિચારધારા છે. આ શિક્ષણ નીતિ નવા ભારતનો પાયો તૈયાર કરશે. આપણા યુવાનોને જેવા શિક્ષણની જરૂર છે, એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવે ભારતના વિદ્યાર્થી ઇચ્છે તો નર્સરીમાં અથવા કોલેજમાં- સાયન્ટિફિક રીતે શિક્ષણ લઈ શકશે. બદલાતી જરૂરિયાતના હિસાબે શિક્ષણ મેળવશે તો દેશના વિકાસમાં ભૂમિકા ભજવશે.

શિક્ષણ નીતિમાં ઘણા લાંબા સમયથી બદલાવ નથી

દેશની શિક્ષણ નીતિમાં ઘણા લાંબા સમયથી બદલાવ નથી થયો, જેના પરિણામે યુવાઓમાં જિજ્ઞાસા અને કલ્પનાશીલતા ખતમ થઈ ગઈ અને ડોક્ટર, એન્જિનિયરપ બનવાની હોડ લાગી હતી. આવામાં દેશને યોગ્યતા અને માગના મેપિંગ વિના હરીફાઈ કરવાની પ્રવૃત્તિમાંથી બહાર કાઢવાનો હતો. એના પર વિચાર કરવાનો હતો કે  આપણા સમાજમાં ક્રિટિકલ અને ઇનોવેટિવ થિન્કિંગ કેવી રીતે વિકસિત થઈ શકે. ફિલોસોફી અને એજ્યુકેશન અને શિક્ષણનો હેતુ કેવી રીતે વિકસિત કરવામાં આવે, એમ તેમણે કહ્યું હતું.

કયા સવાલો પર વિચાર કરવામાં આવ્યો?

તેમણે કહ્યું હતું કે NEPને તૈયાર કરવામાં અલગ-અલગ ભાગોમાં વિચારવાને બદલે સંપૂર્ણ દ્રષ્ટિકોણની જરૂર હતી. અમારી સામે કયા સવાલ ઊભા હતા?  પહેલો સવાલ એ હતો કે શું આપણી શિક્ષણ નીતિ આપણા યુવાઓમાં કુતૂહલ અને પ્રતિબદ્ધતા જીવન માટે પ્રેરિત કરે છે? બીજો સવાલ એ હતો કે શું અમારી શિક્ષણ વ્યવસ્થા અમારા યુવાનોને સશક્ત બનાવે છે. નવી નીતિમાં આ વિચારો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો છે.

સ્થાનિક ભાષાઓ પર કેમ કર્યું ફોકસ?

વડા પ્રધાને કહ્યું હતું કે બાળકોના ઘરની બોલી અને સ્કૂલમાં શીખવાની ભાષા એક જ હોવી જોઈએ, જેથી બાળકોને શીખવામાં સરળતા રહે. હાલ પાંચમા ધોરણ સુધી બાળકોને આ સુવિધા મળશે. અત્યાર સુધી શિક્ષણ નીતિ વોટ ટુ થિંકની સાથે આગળ વધી રહી હતી. હવે અમે લોકો હાઉ ટુ થિંક પર ભાર આપી રહ્યા છે. આજે બાળકોને એ તક મળવી જોઈએ કે બાળક પોતાના કોર્સ પર ફોકસ કરે, જો મન ના લાગે તો કોર્સ વચ્ચે છોડી પણ શકે. હવે વિદ્યાર્થી ક્યારેય પણ કોર્સથી વચમાં નીકળી શકશે અને જોડાઈ શકશે.    

અમલીકરણ માટે ભાર આપવાની જરૂર

તેમણે કહ્યું હતું કે આ નીતિના અમલીકરણ પર ભાર આપવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે NEP પર સતત ચર્ચા-વિચારણા કરો, વેબિનાર કરો, વ્યૂહરચના બનાવો, મેપિંગ કરો, રિસોર્સ નક્કી કરો, આ એક સર્ક્યુલર નથી, આ નીતિ સર્ક્યુલર કરીને જાહેર કરીને લાગુ નહીં થાય, બધાએ કામ કરવું પડશે. દ્રઢશક્તિ દાખવવી પડશે. આ નીતિ 21મી સદીમાં મોટું પરિવર્તન લાવવામાં એક મોટી તક છે અને જે લોકો આ કોન્ક્લેવને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, તેમણે એનાથી જોડાવા હું નિમંત્રણ આપું છું. દરેક જણનું યોગદાન જરૂરી છે. મારો વિશ્વાસ છે કે સાથે મળીને કામ કરવાથી નીતિને અસરકારક રૂપે લાગુ કરી શકાશે.