નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર સંસદના આ સત્રમાં શ્રમ કાયદા સંબંધિત મહત્વપૂર્ણ બિલ લાવશે. જેમાં શ્રમ કાયદાઓમાં સંશોધન લાવવામાં આવશે. આ કાયદા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બેઠક ગૃહ મંત્રાલયમાં ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી.. બેઠકમાં શ્રમપ્રધાન, કોમર્સ મિનિસ્ટર, નાણાંપ્રધાન અને પેટ્રોલિયમ પ્રધાને ભાગ લીધો હતો.
44 વર્તમાન જૂન શ્રમ કાયદાને 4 શ્રેણિઓમાં રાખવામાં આવશે અને કેટલાક જૂના કાયદાને દૂર પણ કરવામાં આવશે. આ મામલે સરકાર કેબિનેટ નોટ તૈયાર કરવાની પ્રક્રિયામાં છે.
સૂત્રો અનુસાર લેબર રિફોર્મ સાથે જોડાયેલું આ બિલ પહેલું બિલ હશે કે જે નવી સરકાર સંસદના આ સત્રમાં લાવશે.