15 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-2, ઈસરોએ આપી મિશન અંગેની સંપૂર્ણ જાણકારી

0
1024

બેંગ્લુરુ- ઈન્ડિયન સ્પેસ રિચર્ચ ઓર્ગેનાઈજેશન (ISRO)ના વૈજ્ઞાનિક ચંદ્રપર ભારત બીજુ કદમ રાખવા માટે સંપૂર્ણ તૈયાર છે. ચંદ્ર પર જવા માટે તૈયાર ભારતનું સ્પેસ મિશન ચંદ્રયાન-2ના લોન્ચની જાહેરાત બેંગ્લુરુમાં ઈસરોના ચેરમેન ડો. કે સિવાને કરી દીધી છે. સિવાને જણાવ્યું કે, 15 જુલાઈએ 2 વાગ્યાને 51 મિનિટે ચંદ્રયાન-2ને લોન્ચ કરવામાં આવશે. બેંગ્લુરુમાં આ મિશન સાથે જોડાયેલી જાણકારી માટે વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી છે.

ઈસરોના ચેરમેને જાણકારી આપી છે કે, ચંદ્રયાન-2ને 15 જુલાઈની સવારે લોન્ચ કરવામાં આવશે. આમા ત્રણ ભાગ હશે- લેન્ડર, રોવર અને ઓર્બિટર. રોવર એક રોબોટિક આર્ટિકલ છે, જેનું વજન 27 કિલો અને લંબાઈ 1 મીટર છે. લેન્ડરનું વજન 1.4 ટન અને લંબાઈ 3.5 મીટર છે. ઓર્બિટરનું વજન 2.4 ટન અને લંબાઈ 2.5 મીટર છે.

સિવાને જણાવ્યું કે, લેન્ડરને ઓર્બિટરની ઉપર રાખવામાં આવશે. લેન્ડર, ઓર્બિટર અને રોવરને એક સાથે કમ્પોઝિટ બોડી કહેવામાં આવી છે. આ કોમ્પોઝિટ બોડીને GSLV MK-III લોન્ચ વ્હીકલની અંદર હીટ શીલ્ડમાં રાખવામાં આવશે. 15 જુલાઈએ લોન્ચના 15 મિનિટ પછી GSLVમાંથી કમ્પોઝિટ બોડીને અલગ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે, પ્રોપલ્શન સિસ્ટમના બળવાથી કમ્પોઝિટ બોડી ચંદ્ર તરફ આગળ વધશે. અને થોડો દિવસો પછી એક રેટ્રો બર્ન થવાથી આ ચંદ્રની કક્ષામાં પહોંચી જશે.

ત્યારબાદ યોગ્ય સમયે લેન્ડર ઓર્બિટરમાંથી અલગ થઈ જશે. લેન્ડર તેમના પ્રોપલ્શનનો ઉપયોગ કરીને ચંદ્રથી 30 કિલોમીટર દૂરની કક્ષામાં અંદાજે 4 દિવસ સુધી રહેશે. લેન્ડિંગના દિવસે લેન્ડરની પ્રોપલ્શન સિસ્ટમ તેમની વેલોસિટીએ ઓછી કરશે અને લેન્ડરને ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરાવશે. આ સમગ્ર પ્રક્રિયામાં અંદાજે 15 મિનિટ જેટલો સમય લાગશે.

ઈસરોના ચેરમેને કહ્યું કે, આ મિશનનું એ સૌથી રોમાંચક પળ હશે, કારણ કે ઈસરોએ આ પહેલા આ પ્રકારની ફ્લાઈટને અંજામ નથી આપ્યો. તેમણે કહ્યું કે, આ માત્ર ઈસરો જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે રોમાંચથી ભરેલી પળ હશે. ચંદ્ર પર લેન્ડ થયા બાદ રોવર માટે દરવાજા ખુલશે અને રોવર 1 સેન્ટિમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ચંદ્રની સપાટી પર પગ મુકશે. ઓર્બિટર આ દરમિયાન ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરશે, લેન્ડર તેમની જગ્યાએ સાઉથ પોલ પર જ રહેશે અને રોવર ચંદ્ર પર ભ્રમણ કરશે.

આવનારી પેઢીને થશે ફાયદો

ડો. સિવાને જણાવ્યું કે, ઈસરોનું મિશન સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ લોકોની સુરક્ષા અને ક્વોલિટી ઓફ લાઈફને વ્યવસ્થિત બનાવવા માટે કરવાનો છે. તેમણે જણાવ્યું કે, ફોની વાવાઝોડા વખતે સ્પેસ ટેક્નોલોજીએ બ્રોડબેન્ડ સેવાને દૂરના વિસ્તારો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. હવે સમય છે સ્પેસ સાયન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો જેના હેઠળ અન્ય ગ્રહોને એક્સપ્લોર કરવાના મિશન પૂર્ણ કરવામાં આવશે જેનો ફાયદો આવનારી પેઢીને મળશે.