કડક શરતો હેઠળ મેટ્રો ટ્રેનો ફરી દોડશે; જાણી લો, નિયમ…

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશભરમાં મેટ્રો ટ્રેન સર્વિસને ક્રમશઃ શરૂ કરવા માટે ગાઇડલાઇન્સ જારી કરી છે. મલ્ટિ-રૂટ મેચ્રો નેટવર્કને સાત સપ્ટેમ્બરે તબક્કાવાર શરૂ કરવી જોઈએ, જેથી બધી લાઇનો 12 સપ્ટેથી શરૂ થઈ શકે, એમ કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું. SOPsની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે કોવિડ-19ના કન્ટેઇનમેન્ટ ઝોન્સમાં આવનારાં મેટ્રો સ્ટેશન બંધ રહેશે.

  • પ્રારંભમાં મેટ્રો ટ્રેનો ચલાવવાના કલાકો વધારી શકાય છે, જેથી 12 સપ્ટેમ્બર, 2020  સુધી બધી મેટ્રો ટ્રેનોને ચલાવી શકાય. ટ્રેનોને નિયંત્રિત (ફ્રીકવન્સી) કરવામાં આવશે, જેથી ટ્રેનોમાં અને સ્ટેશનોએ પેસેન્જરોની ભીડથી બચી શકાય, એમ SOPમાં જણાવવામાં આવ્યું છે.
  • આ સિવાય મેટ્રો ટ્રેનો એ સ્ટેશનો પર નહીં ઊભી રહે, જ્યાં પેસેન્જરોએ સામાજિક અંતર નહીં જાળવ્યું હોય
  • મેટ્રો ટ્રેનોમાં સામાજિક અંતર નહીં જળવાય તો અમારે ટ્રેનોને સંચાલિત કરવાની વય્વસ્થાની સમીક્ષા કર્યા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે, એમ પુરીએ કહ્યું હતું.
  • સ્ટેશનો પર થર્મલ સ્ક્રીનિગ કર્યા પછી જ ટ્રેનોમાં યાત્રા કરવાની મંજૂરી આપવી જોઈએ. SOPને પ્રોત્સાહિત કરવા માટે કોઈ બીમાર વ્યક્તિને કોવિડ-19 સેન્ટર-હોસ્પિટલમાં જવાની સલાહ આપવી જોઈએ.  
  • ગાઇડલાઇન્સ વધુમાં કહે છે કે સ્માર્ટ કાર્ડ અને કેશલેસ વ્યવહારોના ઉપયોગ માટે યાત્રીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે, જ્યારે ટોકનને યોગ્ય રીતે સેનિટાઇઝ્ડ કરવાના રહેશે.

 

દિલ્હી મેટ્રો રેલે પણ ગાઇડલાઇન્સ ઇશ્યુ કરી

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને પણ મેટ્રો ટ્રેન સેવાઓ માટે ફરી એક વાર દિશા-નિર્દેશ જારી કર્યા છે, જેમાં પ્રારંભમાં માત્ર એક લાઇન-યલો લાઇન –સમયપુર બદલીથી હુડા સિટી સેન્ટર માટે શરૂ કરવામાં આવશે. એક સત્તાવાર જાહેરાત મુજબ મેટ્રો રેલ કોર્પોરેશને સ્ટેશનની બહાર ભીડને નિયંત્રિત કરવા અને ઇમર્જન્સી ઘટનાઓ માટે  રાજ્યની પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રને સંપર્કમાં રહેવાનું જણાવ્યું હતું.

દિલ્હી, નોઇડા, ચેન્નઈ, કોચી, બેંગલોર, મુંબઈ લાઇન-1, જયપુર, હૈદરાબાદ, મહા મેટ્રો (નાગપુર) કોલકાતા, ગુજરાત અને UP મેટ્રો (લખનૌ)ને પોતાની SOP તૈયાર કરી છે.

જોકે મહરાષ્ટ્ર સરકારે સપ્ટેમ્બર, 2020માં મેટ્રો ફરીથી શરૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. એટલે મુંબઈ લાઇન-1 અને મહા મેટ્રોની કામગીરી ઓક્ટોબર, 2020થી શરૂ થશે અથવા રાજ્ય સરકાર આગળ જે નિર્ણય લે એને આધારે મેટ્રો શરૂ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

ગૃહ મંત્રાલયે અનલોક-4 દિશા-નિર્દેશોમાં દેશભરમાં તબક્કાવાર મેટ્રો ટ્રેનો શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ ગાઇડલાઇન્સે કોવિડ-19ને પ્રસરતો અટકાવવા માટે અમલી પ્રતિબંધોને હળવા કરવા માટે છૂટ આપી છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]