PUBG સહિત 118 વધુ ચીની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ સરહદે ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે ફરી એક વાર કેન્દ્ર સરકારે કેટલીય ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર PUBG સહિત 118 ચીની મોબાઇલ એપ્સને બેન કરવામાં આવી છે. સરકાર દ્વારા આ પહેલાં પણ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. સરકારે હાલમાં જ 59 એપને બેન કરી હતી, જેમાં લોકપ્રિય એપ TikTok પણ સામેલ છે. ત્યાર બાદ સરકારે 47 એપ વધુ એપને બેન કરી હતી. આજે ફરી એક વાર સરકારે PUBG સહિત 118 એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

IT મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશ અનુસાર PUBG સિવાય Baidu,APUS લોન્ચર પ્રો એપને પણ સરકારે પ્રતિબંધિત કરી છે. જૂનના અંતમાં કેન્દ્ર સરકારે TikTok સિવાય 58 ચીની એપ્સને ભારતમાં પ્રતિબંધિત કરી હતી. જેમાં  ShareIt, UC Browser, Shein, Club Factory, Clash of Kings, Helo, Mi Community, CamScanner, ES File Explorer, VMate જેવી એપ્સ સામેલ હતી. ત્યાર બાદ સરકારે આ બધી એપ્સ કેટલી એ પ્રકારની કામગીરીમાં સામેલ હતી, જેમાં દેશની અખંડતા, દેશની સુરક્ષા, રાજ્યોની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા વગેરેને જોખમ ઊભું થાય એવી શક્યતા હતી.

ભારતે આજે જેની પર પ્રતિબંધ મૂક્યો છે તે 118 ચાઈનીઝ મોબાઈલ એપ્સના નામોની યાદી આ મુજબ છેઃ