નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે પાકિસ્તાનના નિમંત્રણને ઠુકરાવી દીધું હોવાના અહેવાલો છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ ડો. મનમોહન સિંહને કરતાપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં શામિલ થવા માટે નિમંત્રણ મોકલ્યું હતું. ડો. સિંહના નજીકના સુત્રોએ મીડિયાને માહિતી આપી કે, જો કોઈપણ વિદેશી નિમંત્રણ સરકારી સ્તર પર મળે છે તો, તેના પર અમે વિદેશ મંત્રાલયથી સલાહ લઈએ છીએ કે નિમંત્રણ સ્વીકારવું કે નહી.
જો કે, કોંગ્રેસના સુત્રોએ કહ્યું કે, અમે હંમેશા વિદેશ મંત્રાલયની સલાહ માનીએ છીએ. અત્યારસુધી કોઈપણ પ્રકારનું નિમંત્રણ અમને નથી મળ્યું. સુત્રોએ દાવો કર્યો કે, પાકિસ્તાન દ્વારા કરતારપુર કોરિડોર કાર્યક્રમમાં તેમને આપેલા નિમંત્રણનો સ્વીકાર નહી કરે. દેશહિત સર્વોપરી છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે તેમનો દેશ મનમોહન સિંહને ઔપચારિક નિમંત્રણ મોકલશે. જો કે પાકિસ્તાનના વિદેશમંત્રીએ વડાપ્રધાન મોદીને નિમંત્રણ આપવાનો ઉલ્લેખ નથી કર્યો. ભારતીય તીર્થયાત્રીઓ માટે 9 નવેમ્બરના રોજ કોરિડોર ખોલવામાં આવશે.