મમતાને હારનો ડરઃ ભાજપના નેતાની માગી મદદ?

પુરુલિયાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કામાં 30 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં બપોર ત્રણ કલાક સુધીમાં 70 ટકા મતદાન થયું છે. ભાજપે એક ઓડિયો ટેપ જારી કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તૃણમૂલ કોંગ્રેસનાં અધ્યક્ષ મમતા બેનરજીએ નંદીગ્રામ બેઠક પર જીત હાંસલ કરવા માટે ભાજપના એક વરિષ્ઠ નેતાથી મદદ માગી રહ્યાં છે અને તેમને ટીએમસીમાં પરત ફરવાની અપીલ કરી રહ્યાં છે.

આ વાતચીત મમતા બેનરજી ભાજપના પ્રલય પોલની વચ્ચે ફોન પર થઈ છે, જેને રેકોર્ડ કરી લેવામાં આવી છે. આ વાતચીતમાં મમતા બેનરજી ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ પાસે ચૂંટણી જીતવા માટે મદદ માગી રહ્યાં છે.આ વાતચીતમાં મમતાને હારવાનો ડર સાફ નજરે પડી રહ્યો છે. મમતાએ કબૂલ કર્યું છે કે નંદીગ્રામમાં પહેલાં થયેલી હિંસા પાછળ ટીએમસીના લોકો સામેલ છે. પ્રલય પોલે મુખ્ય પ્રધાન મમતા બેનરજીની સાથે થયેલી વાતની ઓડિયોને ઇન્ટરનેટ મિડિયા પર જાહેર કરી છે. જોકે આ ઓડિયો ટેપ વિશે તૃણમૂલ કોંગ્રેસે કોઈ પ્રતિક્રિયા નથી આવી.

પ્રલય પોલે ભાજપ સાથે વિશ્વાસઘાત કરવાથી સ્પષ્ટ ઇનકાર કર્યો છે. વાઇરલ ઓડિયોમાં પોલ કહી રહ્યા છે કે હું જીવ આપીને પણ પાર્ટીની સાથે રહીશ.

બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં સુવેન્દુ અધિકારના ભાઈ સોમેંન્દુ અધિકારીની ગાડી પર હુમલો થયો છે.