લોકસભાની ચૂંટણીઃ ત્રણ વાગ્યા સુધી 52.6 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં મતદાન જારી છે. ચોથા તબક્કામાં બપોરે ત્રણ કલાક સુધી 52.6 ટકા મતદાન નોંધાયું છે. હૈદરાબાદમાં ભાજપ ઉમેદવાર માધવી લતા પર કેસ નોંધાયો છે.  પશ્ચિમ બંગાળમાં 51.87 ટકા મતદાન થયું છે, જે બધાં રાજ્યોમાં સૌથી વધુ છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન 23.57 ટકા મતદાન થયું છે.

લોકસભા ચૂંટણીમાં ત્રણ કલાક સુધી સૌથી વધુ મતો પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં થયું છે, જ્યારે સૌથી ઓછા મતો જમ્મુ-કાશ્મીરમાં પડ્યા છે. આ સાથે બપોરે ત્રણ કલાક સુધી આંધ્ર પ્રદેશમાં 55.5 ટકા, બિહારમાં 45.2 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 29.9 ટકા, ઝારખંડમાં 56.4 ટકા, મધ્ય પ્રદેશમાં 59.6 ટકા, મહારાષ્ટ્રમાં 42.4 ટકા, ઓડિશામાં 52.9 ટકા, તેલંગાણામાં 52.3 ટકા, ઉત્તર પ્રદેશમાં 48.4 ટકા અને પશ્ચિમ બંગાળમાં 66.00 ટકા મતદાન થયું હતું.

ચોથા તબક્કામાં જે VVIP ઉમેદવારોની સાટ પર મતદાન થયું છે, એમાં પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરી, SPના અધ્યક્ષ અખિલેશ યાદવ, ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની, ભાજપના સાંસદ સાક્ષી મહારાજ, JDUના રાજીવ રંજન સિંહ, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, AIMIM ચીફ અસદુદ્દીન ઓવેસી, કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી, કોંગ્રેસ નેતા વાય એસ શર્મિલા રેડ્ડી અને ભાજપની પંકજા મુંડેનું નામ સામેલ છે.તેલંગાણાની બધી 17, આંધ્ર પ્રદેશની 13, બિહારની પાંચ, ઝારખંડની ચાર, મધ્ય પ્રદેશની આઠ, મહારાષ્ટ્રની 11, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની આઠ સીટો અને જમ્મુ—કાશ્મીરની એક સીટ પર મતદાન થઈ રહ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં અત્યાર સુધીના પ્રથમ ત્રણ તબક્કામાં સરેરાશ 65 ટકા મતદાન થયું છે.