મુંબઈઃ કેન્દ્ર સરકાર હસ્તકની જીવન વીમા નિગમ (લાઈફ ઈન્શ્યુરન્સ કોર્પોરેશન) કંપનીના આશરે 1.14 લાખ કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. એમને 25 ટકાનો પગારવધારો મળશે, એવું એક ટોચના યુનિયન લીડર શ્રીકાંત મિશ્રાએ કહ્યું છે. તેઓ ઓલ ઈન્ડિયા ઈન્શ્યૂરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશનના મહામંત્રી છે.
મિશ્રાનું કહેવું છે કે એલઆઈસી કર્મચારીઓનો પગાર વધારવાના નિર્ણયને કેન્દ્ર સરકારે ગઈ કાલે નોટિફાય પણ કર્યો છે. આ પગારવધારો 2017ની પહેલી ઓગસ્ટથી અમલમાં આવશે. આ પગારવધારાને કારણે એલઆઈસીનો કુલ પગાર-ખર્ચ દર વર્ષે આશરે રૂ. 2,700 કરોડ વધી જશે.