કશ્મીરી પંડિતોને આતંકવાદી સંગઠનની મોતની ધમકી

શ્રીનગરઃ લશ્કર-એ-ઈસ્લામ નામના ત્રાસવાદી સંગઠને જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના પુલવામા જિલ્લામાં હાવલ ટ્રાન્ઝિટ કેમ્પમાં રહેતા કશ્મીરી પંડિતોને ધમકી આપી છે કે તેઓ ચાલ્યા જાય નહીં તો એમણે મોતનો સામનો કરવો પડશે. ઈન્ડિયા ટુડેનો આ વિશેનો અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે હજી થોડા જ દિવસ પહેલાં ત્રાસવાદીઓએ જમ્મુ-કશ્મીરના બડગામ જિલ્લાના ચાદુરા ગામમાં સરકારી કાર્યાલયની અંદર ઘૂસીને રાહુલ ભટ્ટ નામના એક કશ્મીરી પંડિત સરકારી કર્મચારીની ગોળી મારીને હત્યા કરી હતી.

(પ્રતિકાત્મક તસવીર)

સ્થળાંતરિત પંડિતોની કોલોનીના પ્રમુખને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં આતંકવાદી સંગઠને કહ્યું છે કે, ‘તમામ માઈગ્રન્ટ લોકો અને આરએસએસના એજન્ટો ચાલ્યા જાય, નહીં તો મોતનો સામનો કરે. કશ્મીરી પંડિતો માટે અહીં કોઈ જગ્યા નથી, કારણ કે એ લોકો કશ્મીરી મુસ્લિમોને મારી નાખીને કશ્મીરમાં એક નવું ઈઝરાયલ બનાવવા માગે છે. તમે તમારી સુરક્ષાને બમણી કરો કે ત્રિગુણી કરો, ટાર્ગેટ હત્યા માટે તૈયાર રહો. તમે મરી જશો.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]