લખીમપુર ખીરીઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં બે સગીર બહેનોની હત્યા પછી તેમનાં શબ ઝાડ પર લટકાવી દેવામાં આવ્યાં હતા. પોસ્ટમોર્ટમ રિર્પોર્ટમાં બળાત્કાર, ગળું દબાવીને હત્યા અને ઝાડ પર લટકાવવાની પુષ્ટિ થઈ છે. આ કેસમાં બધા છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બધા આરોપી લાલપુર ગામના રહેવાસી છે. આ બહેનોની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે અને હત્યા પછી પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો છે. બે આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે. આ કેસ કલમ 302, 306 અને પોક્સો હેઠળ નોંધવામાં આવ્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ સગીર બહેનોની માએ કહ્યું હતું કે ગામના એક યુવકની સાથે ત્રણ અજાણ્યા યુવકો –કે જેને હું ઓળખી શકું છું. તેઓ મારા ઘરે અચાનક આવ્યા અને ઘરમાં ઘૂસીને મારી પુત્રીઓની મારપીટ કરી અને બંને બહેનોને ઉઠાવીને જબરદસ્તી મોટરસાઇકલ પર બેસાડીને ગામની બહાર ખેતરોમાં ઉત્તર તરફ લઈને ચાલ્યા ગયા હતા. ઘણી શોધખોળ પછી મારી પુત્રીઓનાં શબ ઝાડ પર લટકેલી હાલતમાં મળ્યાં હતાં. પરિવારજનોનો આરોપ છે કે સગીર બાળકીઓ સાથે બળાત્કાર કર્યા પછી તેમની હત્યા કર્યા બાદ તેમનાં શબને ફાંસીના ફંદાથી બાંધીને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા હતા.
UP પોલીસે આ મામલે સગીર બહેનોની માતાની લેખિત ફરિયાદ પછી FIR નોંધ્યો હતો. ગઈ કાલે પીડિતાના ઘરવાળાઓએ પોલીસ પર શબ જબરદસ્તી કબજે લેવાનો આરોપ લગાડતાં હંગામો કર્યો હતો. એ દરમ્યાન પોલીસ ને ગામવાળાઓ વચ્ચે પણ ચકમક ઝરી હતી. જેથી નારાજ ગામવાળાઓએ રસ્તા પર ટ્રાફિક જેમ કરી દીધો હતો.
રાજ્યના ઉપ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠકે કહ્યું હતું કે જુનૈદ, સોહેલ, હાફિજુલ, કરીમુદ્દીન અને આરિફ સામેલ છે.સરકાર એવાં પગલાં ભરશે કે આવનારી પેઢીઓની આત્મા કાંપી જશે. પીડિત પરિવારને ન્યાય આપવામાં આવશે. ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમથી કાર્યવાહી કરવામાં આવશે.