નવી દિલ્હીઃ નાણાં મંત્રાલય અંતર્ગત આવનારી ફીનાન્સિઅલ ઇન્ટેલિજન્સ શાખા- એફઆઈયૂ કર્મચારીઓની ઘટ સામે ઝઝૂમી રહી છે. મહેકમ કરતાં કર્મચારીઓ અડધાં જ છે અને 15 ગણું વધુ કામ ખેંચી રહ્યાં છે. આંતરિક દસ્તાવેજો અનુસાર પર્યાપ્ત કર્મચારી ન હોવાથી કરચોરી, આતંકવાદીઓને ધનના હસ્તાંતરણ અને મની લોન્ડ્રિંગ વિરુદ્ધ કાર્યવાહીની વ્યવસ્થાઓની વૈશ્વિક સમીક્ષામાં દેશ ભારત કમજોર સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. એફઆઈયૂમાં વિશ્લેષકો અને તપાસકર્મીઓમાં એક દશકથી ઘટ ચાલી રહી છે. એફઆઈયૂ રાષ્ટ્રીય એજન્સી છે જેની પાસે મની લોન્ડ્રિંગ, આતંકી સંગઠનોને નાણાકીય પોષણ તેમજ દેશમાં ખોટી નોટની જાણકારી મેળવવા જેવા ગંભીર કર અપરાધ સાથે જોડાયેલા આંકડાઓનો સંગ્રહ, વિશ્લેષણ તેમ જ સંબંધિત એજન્સીઓ સુધી પહોંચાડવા માટે જવાબદારી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એફઆઈયૂ પ્રત્યેક વર્ષે કર્મચારીઓની નિયુક્તિ કરીને કર્મચારીઓની ભરપાઈ કરી રહ્યું છે. એફઆઈયૂએ કેન્દ્રીય નાણામંત્રાલયને સોંપેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓની ઘટ સહિત ગંભીર પડકારો છતાં સંગઠનના અધિકારી અને કર્મચારી સમર્પિત થઈને કાર્ય કરી રહ્યા છે. એફઆઈયૂ નાણામંત્રાલયની અંતર્ગત આવે છે. સંગઠન પાસે 14 લાખ સંદિગ્ધ લેવડદેવડ સાથે જોડાયેલો રિપોર્ટ મળ્યો. આ 2017-18 ના મુકાબલે 15 ગણો અધિક છે.
નાણામંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓને નાણાકીય પોષણ તેમજ મની લોન્ડ્રિંગ નિરોધક વ્યવસ્થાની આવતા વર્ષની શરુઆતમાં વૈશ્વિક સમીક્ષા અને એફઆઈયૂના કાર્યકાળમાં કમીથી પ્રતિકૂળ ટિપ્પણી મળી શકે છે. આનાથી કર અપરાધ સાથે જોડાયેલા મામલાઓને પહોંચી વળવા માટે એક પ્રભાવી દેશના રુપમાં સ્થિતિ કમજોર પડી શકે છે. આ સમીક્ષા એફએટીએફ કરશે.
અધિકારિક આંકડાઓ અનુસાર 2017-18માં એજન્સી પાસે સ્વીકૃત 75 પદોની તુલનામાં અડધા જ લોકો હતાં. વર્ષ 2011-12 થી આ સ્થિતિ છે. આ દરમિયાન એજન્સીમાં કર્મચારીઓની સંખ્યા 31 થી 36 વચ્ચે રહી છે.