જમ્મુ– જમ્મુ કશ્મીરમાંથી કશ્મીરી પંડિતોએ વિસ્થાપન કર્યાને આજે 29 વર્ષ જેટલો સમયગાળો વીતી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી સરકાર પાસે કોઈ ચોક્કસ આંકડો નથી કે, આ વિસ્થાપન દરમિયાન કેટલા કશ્મીરી પંડિતોએ પોતાનો જીવ ગુમાવવો પડયો હતો. જાન્યુઆરી 1990માં ઘાટીથી કશ્મીરી પંડિતોના વિસ્થાપનો સિલસિલો શરુ થયો હતો. અને ત્યાંથી કાઢી મુકેલા પંડિતો કદી પણ તેમના ઘરે પરત ફરી શકયા ન હતાં. આ મુદ્દાને લઈને અત્યાર સુધીમાં સરકારે કોઈ યોગ્ય પગલાઓ નથી લીધા.
કશ્મીરમાં અંદાજે 30 વર્ષ પહેલા 3 લાખથી વધુ કશ્મીરી પંડિતોને જબરજસ્તીથી અહીંથી હાકીકાઢવામાં આવ્યાં હતાં. પરંતુ આ મામલે આજદીન સુધી ન તો કોઈ SIT તપાસ કરાઈ કે ન તો કોઈ આયોગની રચના થઈ. લોકશાહીમાં પણ કશ્મીરી પંડિતોને તેમના જ ઘર છોડીને ભાગવા મજબૂર થવું પડયું હતું.
એ સમયે કશ્મીર ઘાટીમાં ચોતરફ હિંદૂ વિરોધી નારાઓ ગૂંજતા હતાં. ત્યાની મસ્જિદોમાં લગાવેલા સ્પિકરનો ઉપયોગ પણ પંડિતોને ડરાવવા ધમકાવવા માટે થતો હતો. 1990ની 19 20 જાન્યુઆરીએ કશ્મીરી પંડિતોને ઘાટીથી બેદખલ કરવાનો સિલસિલો શરુ થયો હતો અને માત્ર એક મહિનાના સમયગાળામાં 3 લાખ જેટલા કશ્મીરી પંડિતો કશ્મીર છોડીને દેશના અલગ અલગ વિસ્તારોમાં રહેવા મજબૂર થયાં હતાં.
આ મામલે ગૃહ મંત્રાલયમાં એક RTI દાખલ કરવામાં આવી હતી, જેમાં ઉપર જણાવેલા સમયગાળા દરમિયાન કેટલા કશ્મીરી પંડિતોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા, અને આ મામલે અત્યાર સુધીમાં શું શું પ્રોગ્રેસ થઈ. તે અંગે પુછવામાં આવ્યું હતું. પરંતુ ગૃહ મંત્રાલયનો જવાબ ચોંકાવનારો હતો.
RTI ના જવાબમાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ અંગેની જાણકારી જમ્મુ કશ્મીર સરકાર પાસે માંગવી જોઈએ, કારણ કે વર્ષ 2005માં અમલામાં આવેલ RTI એક્ટનો કાયદો જમ્મુ કશ્મીરમાં નથી લાગૂ પડતો. હવે ગૃહમંત્રાલયના આ જવાબને કારણે કશ્મીરમાં નવા રાજકીય વિવાદને જન્મ આપ્યો છે.
જમ્મુ કશ્મીરમાં કોંગ્રેસના અધ્યક્ષ રવિન્દ્ર શર્માએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બીજેપી સરકારની લાપરવાહી દર્શાવે છે કે, તેમણે અત્યાર સુધી પડિંતોના આંકડા જમા નથી કર્યા. તેમની પાસે અત્યાર સુધીમાં કશ્મીરી પંડિતોના મોતો અને આતંકીઓ વિરુદ્ધ નોંધાયેલા મામલાઓની કોઈ જાણકારી નથી. તો બીજી તરફ આ અંગે બીજેપીના અધ્યક્ષ રવિન્દ્ર રૈનાનું કહેવું છે કે, આમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓની લાપરવાહી નજરે પડે છે, જ્યારે આ સમય દરમિયાન ઘાટીમાં સેકડો કશ્મીરી પંડિતોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હતાં. તેમણે વધુમાં કહ્યું કે, આ મામલે તપાસ એજન્સિની રચના થવી જોઈએ. કોંગ્રેસને આ અંગે બોલવાનો કોઈ અધિકાર નથી, કારણકે જ્યારે આ કત્લેઆમ થઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસ મુંગા મોઢે જોઈ રહી હતી.
આ બધા વિવિદ વચ્ચે સવાલ એ છે કે, કશ્મીરી પંડિતોની હત્યા મામલે અત્યાર સુધીમાં કોઈ તપાસ એજન્સીની રચના કેમ ન કરવામાં આવી? શું પંડિતોને ન્યાય અપાવવો સરકારની પ્રાથમિકતા નથી, કે હવે કશ્મીરી પંડિતો રાજકીય દળો માટે વોટ બેંક નથી રહ્યાં? જે પણ હોઈ પરતું એક વાત નક્કી છે કે, તમામ સરકારો કશ્મીરી પંડિતોને અન્યા અપાવવામાં અત્યાર સુધીમાં નિષ્ફળ રહી છે.