હવે BJPનો #5YearChallange મારફતે યુપીએ સરકાર પર હુમલો, આ છે ચેલેન્જ

નવી દિલ્હી- સોશિયલ મીડિયા પર આજકાલ #10 YearChallange નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફેસબૂકથી લઈને ઈન્સ્ટાગ્રામ પર લોકો પોતાના 10 વર્ષ પહેલાના અને વર્તમાન બન્ને ફોટા સાથે શેર કરી રહ્યાં છે. આ ટ્રેન્ડ વચ્ચે કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપે પણ #5YearChallange ટ્રેન્ડ શરુ કર્યો છે. આ ટેન્ડ મારફતે ભારતીય જનતા પાર્ટીએ પહેલાંની યૂપીએ સરકાર પર હુમલો કરી દીધો છે. બીજેપીની આ હેશટેગ ઝૂંબેશ ગઈકાલે ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં રહી હતી.

બીજેપીએ તેમના ટ્વિટર હેન્ડલર દ્વારા પાંચ વર્ષ પહેલાની યોજનાઓનો ઉલ્લેખ કરીને મોદી સરકારે તે યોજનાઓમાં લાવેલા પરિવર્તન બાદની વર્તમાન સ્થિતિને દર્શાવી છે. #5YearChallangeમાં ભાજપે તેની અને યૂપીએ સરકારના સમયની યોજનાઓની સરખામણી કરી છે.

ભાજપે આ ઝૂંબેશમાં છેલ્લા દાયકાઓથી બંધ પડેલા ઘણા બધા એવા ઈન્ફ્રા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા દાવો કર્યો છે કે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી એનડીએ સરકારે આ કામો પૂર્ણ કર્યા છે.

ઘણા બીજેપી નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનોએ આ હેશટેગ ઝૂંબેશનું સમર્થન કર્યું છે. કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલે ટ્વિટમાં લખ્યું છે કે, પીએમ મોદીના નેતૃત્વમાં 2014થી લઈને અત્યાર સુધી શાનદાર પરિવર્તન કર્યું છે.

#5YearChallange માં બીજેપીએ વીજળી, ગેસ કનેક્શન, સ્વચ્છતા, બેંક ખાતા, ખેડૂતોના પાકની યોગ્ય કિંમત, રોડ પ્રોજેક્ટ, એફડીઆઈ, વગેરે જેવા કામોને લઈને ગત યૂપીએ સરકાર પર પ્રહારો કર્યા છે. બીજેપીએ આ પ્રોજેક્ટોને કાર્ટૂન મારફતે રજૂ કર્યા છે.

#5YearChallange માં ભાજપે યૂપીએ સરકારમાં સસ્તા ઘરની યોજનાની તુલના 2019 સાથે કરી છે. આ ઉપરાંત 2013માં એફોર્ડેબલ હેલ્થકેર સ્કિમની ખરાબ સ્થિતિ અને 2018ની યોજનાઓની પણ તુલના કરી છે.

#5YearChallange માં ભારતના સૌથી લાંબા બોગીબીલ રેલવે-સડક પૂલનો પણ ઉલ્લેખ કર્યો હતો. એક કાર્ટૂન દ્વારા બોગીબીલ પુલની અધૂરી તસવીરો રજૂ કરવામાં આવી છે, જ્યારે બીજી તસવીરમાં પુલને પૂર્ણ થવાની તસવીર રજૂ કરી છે. બીજેપીની આ ચેલેન્જમાં લોકોની પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]