નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિભિન્ન ક્ષેત્રોની 49 હસ્તિઓ દ્વારા મોબ લિચિંગની ઘટનાઓને રોકવા માટે લખવામાં આવેલા પત્રના જવાબમાં 61 સેલિબ્રિટીઝે ખુલ્લો પત્ર જાહેર કર્યો છે. 61 હસ્તિઓએ 49 સેલેબ્સના લેટને આક્રોશ ગણાવ્યો છે. લેટર પર 61 હસ્તિઓએ હસ્તાક્ષર કરીને પૂછ્યું કે જ્યારે આદિવાસીઓને માઓવાદી નિશાને લે છે ત્યારે આપ શાં માટે ચૂપ રહો છો?
હસ્તાક્ષર કરનારા 61 હસ્તિઓમાં સીબીએફસી ચેરમેન પ્રસૂન જોશી, સોનલ માનસિંહ, એક્ટ્રેસ કંગના રનૌત, પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિવેક અગ્નિહોત્રી, અશોક પંડિત અને પલ્લવી જોશી જેવા સેલિબ્રિટીઝના નામ શામિલ છે. મોબ લિચિંગની ઘટનાઓ પર મોદી સરકારને આડે હાથ લેનારા લોકો પર કંગના ભડકી છે. મીડિયા સાથે વાત દરમિયાન કંગનાએ કહ્યું કે કેટલાક લોકો પોતાની તાકાત અને વર્ચસ્વનો ખોટો ઉપયોગ કરીને જુઠ્ઠણું ફેલાવી રહ્યા છે. તેઓ એ દર્શાવવા માંગે છે કે વર્તમાન સરકાર ખોટુ કરી રહી છે. જ્યારે દેશમાં પહેલીવાર એવું થયું છે કે વર્તમાન સરકાર સાચા રસ્તા પર જઈ રહી છે.
કંગનાએ કહ્યું કે આપણે મોટા બદલાવનો ભાગ છીએ, દેશની ભલાઈ માટે વસ્તુઓ બદલાઈ રહી છે. આનાથી કેટલાક લોકો પરેશાન છે. લોકો ખુદને પોતાના પ્રતિનિધિઓ અને નેતાઓને પસંદ કર્યા છે. જે લોકો જનતાના નિર્ણયની અવહેલના કરી રહ્યા છે, આ એ લોકો છે જે લોકતંત્રનું સન્માન નથી કરતા.આપને જણાવી દઈએ કે પહેલા 49 લોકો વડાપ્રધાનને પત્ર લખીને મોબ લિચિંગની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. પત્રમાં વડાપ્રધાનને કડક કાયદો બનાવવા અને આ પ્રકારની ઘટનાઓને રોકવાની માંગ કરવામાં આવી હતી. આ લેટરમાં મણિરત્નમનું નામ પણ શામિલ હતું. પરંતુ તેમણે પત્રમાં પોતાના હસ્તાક્ષ હોવાની મનાઈ ફરમાવી દીધી.