નવી દિલ્હીઃ ભારતની પ્રતિષ્ઠિત જવાહર લાલ નહેરુ યૂનિવર્સિટી (JNU) માં ગઈકાલે લાકડી અને ડંડાથી આશરે 50 જેટલા અજાણ્યા બદમાશોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કર્યો. હુમલો કરનારા લોકોમાં યુવતીઓ પણ હતી. આરોપીઓએ હોસ્ટેલમાં તોડફોડ કરી અને ત્યાંની ગાડીઓને પણ ક્ષતિગ્રસ્ત કરી દીધી. આ હુમલામાં JNUSU અધ્યક્ષ આઈશી ઘોષ ગંભીર રીતે ઘાયલ થઈ છે. હુમલામાં કુલ 24 જેટલા લોકો ઘાયલ થયા છે. આમાં 5 શિક્ષક અને 19 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે તમામ ઘાયલોની તબિયત અત્યારે સારી છે. ઘાયલ વિદ્યાર્થીઓએ ABVP કાર્યકર્તાઓ પર મારામારીનો આરોપ લગાવ્યો છે. તો ABVP નેતાઓનો આરોપ છે કે લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓએ તેમની સાથે મારામારી કરી છે. તેમના કેટલાક કાર્યકર્તાઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ JNU કેમ્પસમાં પત્રકારો સાથે મારામારી કરવામાં આવી. આ ઘટનાના ઘણા વિડીયો સામે આવ્યા છે. અત્યારે JNU બહાર ભારે સંખ્યામાં પોલીસ દળની તેનાતી કરવામાં આવી છે.
- 1 જાન્યુઆરી 2020 થી જેએનયૂમાં શિયાળુ સત્ર શરુ થયું. વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું હતું. જેએનયૂમાં ભણી રહેલા વિદ્યાર્થીઓનું એક જૂથ આનો વિરોધ કરી રહ્યું હતું.
- 3 જાન્યુઆરીનો વિરોધ કરનારા વિદ્યાર્થી કમ્યુનિકેશન એન્ડ ઈન્ફોર્મેશન સર્વિસીઝ કેમ્પસમાં ઘુસ્યા અને ઈન્ટરનેટ સર્વરને ખરાબ કરી દીધું. રજિસ્ટ્રેશન પ્રક્રિયા રોકાઈ ગઈ. સર્વર ખરાબ કરનારા વિદ્યાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે.
- 4 જાન્યુઆરીના રોજ એકવાર ફરીથી રજીસ્ટ્રેશન શરુ થયા. વિદ્યાર્થીઓના એક સમૂહે આ વખતે ઈન્ટરનેટની સાથે જ વિજળી સપ્લાય પણ બંધ કરી દીધો. વિરોધ કરનારા વિદ્યાર્થીઓએ કેટલીક બિલ્ડીંગ પર તાળુ લગાવી દીધું.
- 5 જાન્યુઆરી એટલે કે રવિવારના રોજ 4:30 વાગ્યે કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલ તરફ થઈ રહ્યા હતા. આ એ વિદ્યાર્થીઓ હતા કે જેઓ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા હતા. તેમને રોકવામાં આવ્યા અને તેમની સાથે મારપીટ કરવામાં આવી.
- રવિવારના રોજ સાંજે લાકડી અને દંડા સાથે આશરે 50 લોકો હોસ્ટેલમાં ઘુસ્યા અને વિદ્યાર્થીઓ પર હુમલો કરી દીધો. વિદ્યાર્થીઓ પર ધારદાર હથિયારથી પણ વાર કરવામાં આવ્યા.
- અસામાજીક તત્વોએ વિદ્યાર્થીઓ જ નહી પરંતુ શિક્ષકો પર હુમલો કર્યો. હુમલામાં પાંચ શિક્ષકો પણ ઘાયલ થયા. JNUTU એ ઘટનાની નિંદા કરતા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
- હુમલામાં યૂનિવર્સિટીની પ્રેસિડન્ટ આઈશી ઘોષ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેના માથાના ભાગે હુમલો કરવામાં આવ્યો છે. તેના માથામાંથી લોહીની ધાર થઈ રહી છે તેવો વિડીયો પણ સામે આવ્યો છે.
- હુમલામાં 19 વિદ્યાર્થીઓ અને પાંચ શિક્ષકો પણ ઘાયલ થયા છે. કેટલાક વિદ્યાર્થીઓના હાથ અને પગ પણ ફ્રેક્ચર થઈ ગયા છે. AIIMS માં તેમની સારવાર ચાલી રહી છે. તમામ નેતા વિદ્યાર્થીઓને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
- લેફ્ટ વિંગ સમર્થિત પીડિત વિદ્યાર્થીઓએ ABVP પર મારપીટનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે ABVP નેતા જ રજીસ્ટ્રેશનનો વિરોધ કરી રહ્યા હતા.
- બીજી બાજુ ABVP નેતાઓ પર આરોપ લગાવવામાં આવ્યો કે લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓએ તેમની સાથે મારપીટ કરી છે. હુમલામાં ABVP ના આશરે 20 કાર્યકર્તાઓ ઘાયલ થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના બાદ JNU માં મોટી સંખ્યામાં પોલીસ દળની તેનાતી કરવામાં આવી છે. જોઈન્ટ કમિશનર શાલિની સિંહને આ મામલે તપાસ સોંપવામાં આવી છે.