નવી દિલ્હીઃ ઝારખંડની ઓળખ એક આદિવાસી રાજ્ય તરીકેની છે અને આદિવાસી લોકોના અધિકારોની રક્ષા માટે જ વર્ષ 2000 માં રાજ્યમાં આનું ગઠન કરવામાં આવ્યું હતું. જો કે હવે ઝારખંડની રાજનીતિમાં ઓબીસી વોટબેંકનો પણ મહત્વનો રોલ થઈ ગયો છે. હકીકતમાં ભાજપે 2014 ની ચૂંટણીમાં ઝારખંડના ઓબીસી મતદાતાઓ પર ફોકસ કર્યું હતું અને એટલે જ પક્ષને ત્યાં જીત મળી હતી.
આ જીત પછી ભાજપે ઓબીસી વોટબેંકને આકર્ષવા માટે રાજ્યના પહેલા ઓબીસી સીએમ રઘુબર દાસને મુખ્યમંત્રી બનાવ્યા. હવે તાજેતરની ચૂંટણીમાં ભાજપા સાથે જ અન્ય રાજનૈતિક દળો પર આદિવાસી વોટબેંક સાથે જ ઓબીસી વોટબેંક પર પણ ધ્યાન આપી રહી છે. આવામાં રાજ્યની ચૂંટણી વધારે રસપ્રદ બની ગઈ છે. વર્ષ 2011 માં થયેલી વસતી ગણતરી અનુસાર ઝારખંડમાં ઓબીસી મતદારો 46.1 ટકા છે. તો આદિવાસી મતદારો 26.2 ટકા છે.
ભાજપે વર્ષ 2014 માં સત્તામાં આવ્યા બાદ 2016 માં નવી ડોમિશિલ પોલીસી લાગુ કરી. આ અંતર્ગત ઝારખંડમાં 30 વર્ષથી રહેનારા લોકો અને જેમની પાસે રાજ્યમાં અચલ સંપત્તિ છે, તેઓ જાતે જ રાજ્યના નિવાસી બની જશે. આનાથી રાજ્યમાં રહેનારા લાખો બિન-આદિવાસી લોકોને લાભ મળે તેવી શક્યતા છે.
ભાજપના નિર્ણયને ઓબીસી મતદારોને આકર્ષવાનો નિયમ માનવામાં આવ્યો. આ સિવાય ભાજપ સરકારે આદિવાસી લોકો દ્વારા બિન-આદિવાસીઓને જમીન વેચવા સંબંધિત નિયમોને સરળ કરી દીધા હતા, જે છોટા નાગપુર ટેનેંસી એક્ટ અને અન્ય એક એક્ટ અંતર્ગત મુશ્કેલ હતું. જો કે ભાજપ સરકારના આ નિર્ણયનો મોટાપાયે વિરોધ થયો અને સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો.