ઝારખંડના CM સોરેને ED અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવી

રાંચીઃ ઝારખંડના CM હેમંત સોરેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ FIR નોંધાવી છે. સોરેને કપિલ રાજ, દેવવ્રત ઝા, અનુપમ કુમાર, અમન પટેલ અને અન્ય EDના અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે આ અધિકારીઓએ 30 જાન્યુઆરીએ દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. એ દ્વારા મને અને મારા સમાજને હેરાન કરવા અને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

તેમણે તેમની ફરિયાદમાં કહ્યું હતું કે 27-28 જાન્યુઆરીએ હું દિલ્હીની મુલાકાતે હતો. એ દરમ્યાન દિલ્હી સ્થિત રાજ્યના નિવાસ અને ઓફિસ માટે ભાડા પર લેવામાં આવી છે. હું ત્યાં ઊતર્યો હતો. મને માલૂમ પડ્યું હતું કે આ અધિકારીઓએ મારા સત્તાવાર નિવાસસ્થાનની તપાસ કરી હતી. આ દરોડા મને સૂચના વગર પાડવામાં આવ્યા હતા.

સોરેને ફરિયાદમાં કહ્યું હતું કે તપાસ એજન્સીના અધિકારીઓએ ખોટી સૂચના લીક કરી હતી. તેમણે મોટી માત્રામાં ગેરકાયદે રોકડ જપ્ત કરી હતી, પણ મારી પાસે કોઈ ગેરકાયદે રોકડ છે જ નહીં. જે BMW કાર જપ્ત કરી હતી, એ મારી નહોતી. ED અધિકારીઓને કારણે તેમને અને તેમના પરિવારને માનસિક ક્ષતિ પહોંચી છે અને તેમણે પોલીસથી એ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું આહવાન કર્યું હતું.EDની ટીમ રાંચીમાં સોરેનથી પૂછપરછ કરવા માટે બપોરે CM નિવાસસ્થાને પહોંચી હતી. સાત અધિકારીઓની ટીમની સાથે સુરક્ષા દળો પણ પહોંચ્યા હતા. સોરેનને અત્યાર સુધી 10 સમન્સ જારી થઈ ચૂક્યા છે.