નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ થઈ ચૂક્યું છે. નાગરિકતા બિલ વિરુદ્ધ આજે સુપ્રીમ કોર્ટમાં પહેલી અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે દાખલ કરી છે. IUML અરજીમાં બિલને અસંવૈધાનિક ગણાવતા રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બિલ ધર્મના આધાર પર વર્ગીકરણ કરે છે અને આનાથી ભારતીય સંવિધાનના આર્ટિકલ 14 નું ઉલ્લંઘન થાય છે.
આનું પત્યક્ષ અને ગંભીર પરિણામ એ આવશે કે વિદેશી ટ્રિબ્યૂનલ સમક્ષ એનઆરસી પ્રક્રિયા અને કાર્યવાહી વિશેષ રુપથી મુસ્લિમો માટે જ થશે અને આ પ્રકારે ભારતીય સંવિધાનના આર્ટિકલ 14 નું ઉલ્લંઘન છે. આ ધર્મનિરપેક્ષતાના મૂળ સિદ્ધાંતોને તોડે છે અને આ પ્રકારે સંવિધાનની મૂળ સંરચનાનું ઉલ્લંઘન કરે છે. અરજીમાં CAB પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રને આદેશ આપવામાં આવે કે આ મામલે આગળની કાર્યવાહી ના કરે.
નાગરિકતા સંશોધન બિલને લઈને અસમ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે સંસદે આ બિલને પોતાની મંજૂરી આપી દીધી છે. રાજ્યસભામાં વિસ્તૃત ચર્ચા બાદ આ બિલને પાસ કરી દેવામાં આવ્યું છે. સદને બિલને પ્રવર સમિતિમાં મોકલવાના વિપક્ષના પ્રસ્તાવ અને સંશોધનોને ફગાદી દીધો.