ઇસરોએ સૌથી નાનું રોકેટ SSLV-D2 લોન્ચ કર્યું

શ્રીહરિકોટાઃ ઇસરોએ નવું રોકેટ SSLV-D2 સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રથી લોન્ચ કર્યું છે. ઇસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી શુક્રવાકે સવારે ત્રણ ઉપગ્રહ EOS-07 અને AzaadiSAR-2 ઉપગ્રહોને 450 કિમીની ગોળાકાર કક્ષામાં સ્થાપિત કરવા માટે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વેહિકલ (SSLV-D2) લોન્ચ કર્યું.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ શુક્રવારે સવારે 9.18 કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રના પહેલા લોન્ચ પેડથી સ્મોલ સેટેલાઇટ લોન્ચ વેહિકલ (sslv-d-2)ની બીજી આવૃત્તિને સફળતાપૂર્વક લોન્ચિંગ કરી દીધું છે.ઇસરોએ જણાવ્યું હતું કે નવું રોકેટ 15 મિનિટની ઉડાનમાં ત્રણ ઉપગ્રહો- EOS-07, Antaris Janus-1 અને Spacekidz’s AzaadiSAT-2ને 450 કિલોમીટરની ગોળાકાર કક્ષામાં સ્થાપિત કરીને પોતાનું મિશન પૂરું કરશે.

શું છે SSLV-D2ની ખાસિયત?

ઇસરોના આ ત્રણે ઉપગ્રહ EOS-07, અમેરિકાની કંપની અંતારિસ જાનુસ-1 અને ચેન્નઈની અંતરિક્ષ સ્ટાર્ટઅપ કંપની સ્પેસ કિડ્ઝ આઝાદીસેટ-2ના હશે. ઇસરો અનુસાર SSLV લોન્ચ-ઓન-ડિમાન્ડને આધારે પૃથ્વીની નીચલી કક્ષાઓમાં 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહોનું પ્રક્ષેપણને પૂરું કરશે. આ રોકેટ અંતરિક્ષ માટે કમ ખર્ચાવાળી પહોંચ પ્રદાન કરશે. કમ ટર્નઅરાઉન્ડ ટાઇમ અને કેટલાય ઉપગ્રહોને સમાયોજિત કરવામાં મદદ કરશે અને ન્યૂનતમ લોન્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માગને પૂરી કરવી એની પ્રાથમિકતામાં સામેલ છે.

નવા વેહિકલને ઊભરતા નાના અને માઇક્રો સેટેલાઇટ કોમર્શિયલ માર્કેટ પર કબજો કરવા માટે વિકસિત કરવામાં આવ્યું છે, જેમાં માગ પર લોન્ચની રજૂઆત કરવામાં આવી હતી. ઇસરોના વર્કહોર્સ PSLV માટે છ મહિના અને આશરે 600 લોકોની તુલનામાં રોકેટને માત્ર થોડા દિવસોમાં એક નાની ટીમ દ્વારા એસેમ્બલ કરવામાં આવી શકે છે.PSLV-C55ના પ્રક્ષેપણની તૈયારી

ઇસરોના પ્રમુખ એસ સોમનાથે લોન્ચ કર્યા પછી કહ્યું હતું કે આજે આ પ્રક્ષેપણ પછી અમે PSLV-C55ના પ્રક્ષેપણ અભિયાનને શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]